1. Home
  2. ગુજરાતી
  3. ઇમરાનની કબૂલાત – જેહાદીઓને પાકિસ્તાને જ આપી હતી તાલીમ, અમેરિકા પણ જવાબદાર
ઇમરાનની કબૂલાત – જેહાદીઓને પાકિસ્તાને જ આપી હતી તાલીમ, અમેરિકા પણ જવાબદાર

ઇમરાનની કબૂલાત – જેહાદીઓને પાકિસ્તાને જ આપી હતી તાલીમ, અમેરિકા પણ જવાબદાર

0

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે તેમના દેશને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્વ અમેરિકાના સાથ દેવા પર ભારે કિંમત ચૂકવવી પડી છે. પાક પીએમએ કહ્યું કે અમેરિકાએ અંતમાં તેની નિષ્ફળતાનો દોષ પાકિસ્તાનને આપ્યો જે યોગ્ય નથી.

એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કબૂલાત કરી હતી કે શીત યુદ્વ દરમિયાન અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘથી લડવા માટે પાકિસ્તાને જ જેહાદીઓને તૈયાર કર્યા હતા અને તેનું ફંડિગ અમેરિકાએ કર્યું હતું. જો કે એક દાયકા બાદ અમેરિકાએ જ આ જિહાદિઓને આતંકવાદી ઘોષિત કર્યા હતા.

પીએમ ઇમરાન ખાને કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાને 9/11ના હુમલા બાદ તાલિબાન વિરુદ્વ લડાઇમાં અમેરિકાને સાથ આપ્યો તો તેને જંગી નુકસાન સહન કરવું પડ્યું હતું. જો અમે 9/11 પછી આતંકવાદ વિરુદ્વ અમેરિકી યુદ્વમાં હિસ્સો ના લીધો હોત આજે અમારી ગણતરી દુનિયાના સૌથી ખતરનાક દેશમાં ના થાત.

અફઘાનિસ્તાનમાં અમેરિકા હુમલા પર ઇમરાને કહ્યું હતું કે 80ના દાયકામાં જ્યારે સોવિયેતે અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો તો તેના વિરુદ્વ પાકિસ્તાને અફઘાન મુજાહિદ્દીનને તાલીમ આપી અને તેનું ફંડિગ અમેરિકાની તપાસ એજન્સી સીઆઇએએ કરી. એક દાયકા બાદ અમરિકી અફઘાનિસ્તાનમાં આવ્યા, તો પાકિસ્તાનના આ જ સમૂહોને કહેવાયું કે હવે અમેરિકા ત્યાં આવી ગયું છે તેથી તે જિહાદ નહીં પરંતુ આતંકવાદ છે. તે બહુ મોટો વિરોધાભાસ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.