in , ,

ભારત અને ચીન વચ્ચે આવતીકાલે કોર કમાન્ડર સ્તરની થશે મીટિંગ, આ મુદ્દે થશે ચર્ચા

ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બંન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર લેવલની મીટિંગ મંગળવારે સવારે સાડા દસ કલાકથી શરૂ થશે. આ મીટિંગ ભારતીય સેનાની 14 કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ હશે જ્યારે બીજી તરફ ચીનના સાઉથ શિંજિંયાગ મિલિટ્રી કમાન્ડર મેજર જનરલ લીઉ લીન હશે.

ત્રીજી વાર ભારત અને ચીનના શીર્ષ સૈન્ય સ્તરના પ્રતિનિધિમંડળ મળશે. આ પહેલા કોર્પ કમાન્ડર સ્તરની બેઠક 6 જૂને અને 22 જૂને મળી હતી. ભારત અને ચીન વચ્ચે મોલ્ડોમાં ગત સોમવારે લેફ્ટનન્ટ જનરલ લેવલની બેઠકમાં ભારતીય અધિકારીઓએ ચીનના ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પર નારાજગી વ્યક્ત કરી હતી.

આ સિવાય ભારતે આ બેઠકમાં પૂર્વિય લદ્દાખના પૈંગોંગ ઝીલ પર યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું. ભારતે કહ્યું હતું કે, ચીન લદ્દાખમાં પોતાના સૈનિકોની સ્થિતિ એપ્રીલની યથાસ્થિતિ પર લાવે.

ઉલ્લેખનિય છે કે, ચીનની હરકતોને જોતા ભારતીય સેનાએ ગત એક અઠવાડિયામાં LAC પર હજારોની સંખ્યામાં વધારે જવાનોને મોકલ્યા છે. ભારતીય વાયુસેનાએ ઘર્ષણ બાદથી શ્રીનગર અને લેહ સહિત પોતાના ઘણાં મહત્વના સ્થાનો પર સુખોઈ 30 એમકેઆઈ, જગુઆર, મિરાઝ 2000 ફાઈટર પ્લેનની સાથે અપાચે ફાઈટર હેલિકોપ્ટર પણ તૈનાત કર્યું છે અને દરરોદ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

UAEનો મોટો નિર્ણય, પાકિસ્તાનની તમામ ફ્લાઇટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવતઃ પોઝિટિવ કેસનો આંકડો 32 હજારને પાર