1. Home
  2. ગુજરાતી
  3. ભારત માટે ગર્વના સમાચાર, UNSCમાં ભારત નિર્વિરોધ ચૂંટાયું
ભારત માટે ગર્વના સમાચાર, UNSCમાં ભારત નિર્વિરોધ ચૂંટાયું

ભારત માટે ગર્વના સમાચાર, UNSCમાં ભારત નિર્વિરોધ ચૂંટાયું

0
  • કોરોના મહામારીના સંકટ વચ્ચે ભારત માટે ગૌરવપૂર્ણ સમાચાર
  • UNSCમાં અસ્થાયી બેઠક પર ભારત નિર્વિરોધ ચૂંટાયું
  • ચૂંટણીમાં સમર્થન માટે હું તમામનો આભારી છું: PM મોદી

ભારત માટે ગર્વના સમાચાર છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતની નિર્વિરોધ જીત થઇ છે. આ જીત બાદ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપીને આ માટે આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે “સમર્થન માટે હું તમામનો આભારી છું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સભ્યપદ માટે વૈશ્વિક સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલા સમર્થન માટે આભારી છું. ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા તેમજ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તમામ સભ્ય દેશોની સાથે કામ કરશે.”

આપને જણાવી દઇએ કે આ પહેલા ભારત 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992 અને 2011-2012માં પરિષદનું અસ્થાયી સભ્ય બન્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ટી. એસ. તિરુમૂર્તિ એ કહ્યું કે સુરક્ષા પરિષદમાં ભારતની પસંદગી થવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર અને તેમના પ્રેરણાદાયી વૈશ્વિક નેતૃત્વનું ખાસ કરીને કોવિડ-19ના સમયમાં સાક્ષી છે. ભારત એક મહત્વપૂર્ણ ઘડીએ સુરક્ષા પરિષદનું સભ્ય બની રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે કોવિડ મહામારીના સંકટમાં અને કોવિડ બાદની દુનિયામાં ભારત બહુપક્ષીય પ્રણાલીને નવી દિશા તેમજ નેતૃત્વ પ્રદાન કરશે.

ભારતની સાથોસાથ આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. ભારત હવે UNSCના વર્ષ 2021-22ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાના અસ્થાયી સભ્ય તરીકે કામ કરશે.

મહત્વનું છે કે, ભારતને કુલ 192 બેલેટ વોટ્સમાંથી 184 વોટ મળ્યા છે. આ બાદ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું કે ભારતને વર્ષ 2021-22 માટે UNSCના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટી લેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ જે વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી વિન્રમ અનુભવ કરી રહ્યો છું.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.