1. Home
  2. ગુજરાતી
  3. Article 370: પાકિસ્તાનને વધુ એક ઝટકો, હવે ભારતને ફ્રાંસનો પણ ટેકો, કહ્યું – કાશ્મીર પર કોઇ દેશ દખલગીરી ના કરે
Article 370: પાકિસ્તાનને વધુ એક ઝટકો, હવે ભારતને ફ્રાંસનો પણ ટેકો, કહ્યું – કાશ્મીર પર કોઇ દેશ દખલગીરી ના કરે

Article 370: પાકિસ્તાનને વધુ એક ઝટકો, હવે ભારતને ફ્રાંસનો પણ ટેકો, કહ્યું – કાશ્મીર પર કોઇ દેશ દખલગીરી ના કરે

0

જમ્મૂ-કાશ્મીરમાં ભારત સરકાર તરફથી કલમ 370 હટાવાયા બાદ તેનો વિરોધ કરી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મૈક્રોં એ કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે અને કોઇપણ ત્રીજા દેશને તેમાં દખલગીરી ના કરવાની ચેતવણી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈંક્રો સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. આ પ્રસંગે બન્ને દેશના નેતાઓએ રણનીતિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે ગતિશીલ બનાવવા માટે દરેક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર એ જાણકારી આપી હતી કે બન્ને દેશના નેતાઓ એ 90 મિનિટથી વધુ સમય માટે ચર્ચા વિચારણા કરી હતી અને આ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ફ્રાંસના વિદેશ મંત્રાલય એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મામલે ફ્રાંસનું એવું જ વલણ રહ્યું છે કે આ બે દેશ વચ્ચેનો મામલો છે અને રાજનૈતિક ચર્ચાથી તેનો ઉકેલ આવે તે આવશ્યક છે જેથી કરીને શાંતિ સ્થાપિત કરી શકાય. ફ્રાંસ એ સંબંધિત પક્ષોથી તણાવ ઓછો કરવાનો અપીલ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.