1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાના હટતા જ તુર્કીએ સીરિયા પર કર્યો બોમ્બમારો, ભારતે વિરોધ વ્યક્ત કર્યો
અમેરિકાના હટતા જ તુર્કીએ સીરિયા પર કર્યો બોમ્બમારો, ભારતે વિરોધ વ્યક્ત કર્યો

અમેરિકાના હટતા જ તુર્કીએ સીરિયા પર કર્યો બોમ્બમારો, ભારતે વિરોધ વ્યક્ત કર્યો

0
  • તુર્કીએ સીરિયા પર બોમ્બ વરસાવવાનું શરૂ કર્યું
  • તુર્કીના એક્શન પર ભારતનો વિરોધ
  • ભારતની અપીલ – વાતચીતથી મામલાનો ઉકેલ લાવે

તુર્કી દ્વારા સીરિયામાં બોમ્બ વરસાવવા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. સીરિયાથી અમેરિકા સેના હટતા જ તુર્કી સતત સીરિયા પર બોમ્બથી હુમલો કરી રહ્યું છે અને કુર્દિશ ફાઇટરોને નિશાન બનાવી રહ્યું છે. તેના પર ગુરુવારે ભારત તરફથી આકરી પ્રતિક્રિયા અપાઇ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત તુર્કીના એક્શન પર ચિંતિત છે અને સીરિયા સાથે શાંતિથી વાત કરવાની અપીલ કરે છે.

ગુરુવારે જારી કરાયેલા વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે ભારત અપીલ કરે છે કે તુર્કી સીરિયાની સ્વાયત્તતાનું સમ્માન કરે અને જો કોઇ વિવાદ હોય તો પારસ્પરિક વાતચીતથી ઉકેલે. તુર્કી દ્વારા નૉર્થ-ઇસ્ટ સીરિયામાં થઇ રહેલો બોમ્બમારો ચિંતાનો વિષય છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે તુર્કીની એક્શન સીરિયા અને આસપાસના વિસ્તારોમાં આતંકવાદ વિરુદ્વની લડતને નબળી પાડી શકે છે. તે ઉપરાંત તે માનવતા અને સ્થાનિક નાગરિકો માટે પણ ચિંતાનો વિષય છે.

નોંધનીય છે કે ગત દિવસોમાં અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાથી અમેરિકી સેનાને પરત બોલાવવાનો નિર્ણય લીધો હતો. મંગળવાર-બુધવારે જ સીરિયાના કેટલાક વિસ્તારોમાંથી અમેરિકી સેના પરત ફરી હતી અને તરત જ સીરિયાની સેનાએ ત્યાં ઉપસ્થિત કુર્દિશના ફાઇટરો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ખુદ તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એદ્રોગને હુમલાનું એલાન કર્યું હતું.

તૈયપ અદ્રોગને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે તુર્કી સેનાએ સીરિયાની સેનાની સાથે મળીને ઑપરેશન શાંતિની શરૂઆત કરી છે. જેમાં દાયશના આતંકીઓને નિશાન બનાવાઇ રહ્યા છે. અમારી કોશિશ વિસ્તારને શાંત બનાવવાની છે. માટે આતંકીઓનો ખાત્મો જરૂરી છે.

જણાવી દઇએ કે તુર્કીએ જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ખુલીને સમર્થન આપ્યું હતું. તે ઉપરાંત તુર્કી રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો હતો. જો કે ભારતે તુર્કીને તેના નિર્ણય પર ફરી વિચારવા કહ્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.