1. Home
  2. ગુજરાતી
  3. ભારતીયો આનંદો ! અમેરિકન સંસદમાં ગ્રીન કાર્ડ પરની મર્યાદા દૂર કરવાનું બિલ પસાર
ભારતીયો આનંદો ! અમેરિકન સંસદમાં ગ્રીન કાર્ડ પરની મર્યાદા દૂર કરવાનું બિલ પસાર

ભારતીયો આનંદો ! અમેરિકન સંસદમાં ગ્રીન કાર્ડ પરની મર્યાદા દૂર કરવાનું બિલ પસાર

0

યુએસ જવા ઇચ્છતા ભારતીયો માટે એક ખુશખબર છે. જી હા, હવે ભારતીયો માટે હવે યુએસ જવું વધારે સરળ બનશે. કારણ કે અમેરિકી સાંસદોએ ગ્રીન કાર્ડ જારી કરવા પર હાલમાં રહેલી 7 ટકાની સીમાને દૂર કરનાના ઉદ્દેશ્ય સાથે એક બિલ પસાર કર્યું છે.

ગ્રીન કાર્ડ અન્ય દેશના નાગરિકને અમેરિકામાં કાયદેસર રીતે રહેવા તેમજ કામ કરવા માટે અનુમતિ આપે છે. આ બિલ ખાસ કરીને અમેરિકામાં કામ કરીને સ્થાયી થવા માંગતા ભારતના પ્રતિભાશાળી પ્રોફેશનલ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે.

ફેયરનેસ ઑફ હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેંટ્સ એક્ટ, 2019 નામનું આ બિલ 435 સાંસદો વચ્ચે 365 મતોથી પસાર કરવામાં આવ્યું હતું. હાલમાં રહેલા કાયદા પ્રમાણે અમેરિકા દ્વારા એક વર્ષમાં પરિવાર આધારિત પ્રવાસી વિઝા દેવાની સંખ્યાને મર્યાદિત કરવામાં આવી છે. હાલના કાયદા પ્રમાણે અન્ય દેશના નાગરિકોને માત્ર 7 ટકાની મર્યાદા સુધી આ પ્રકારના વિઝા અપાય છે. નવા બિલમાં આ મર્યાદાને 7 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.

તે ઉપરાંત આ બિલમાં રોજગારી માટે અન્ય દેશના નાગરિકોને અપાતા વિઝાની મર્યાદાને પણ દૂર કરવામાં આવી છે. જો કે આ બિલને લીલી ઝંડી મળે તે માટે પહેલા તેને સેનેટની મંજૂરીની આવશ્યક્તા રહેશે અને ત્યારબાદ અંતે અમેરિકાના રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની જરૂરિયાત રહેશે. ત્યારબાદ આ બિલને લીલી ઝંડી મળશે.

જાણો શું છે ગ્રીનકાર્ડ
ગ્રીન કાર્ડ અન્ય દેશમાંથી આવતા નાગરિકોને અમેરિકામાં કામ કરવા તેમજ સ્થાયી થવા માટે અનુમતિ આપે છે. હાલના નિયમ પ્રમાણે અન્ય દેશના લોકોને માત્ર 7 ટકાની સીમા સુધી જ ગ્રીન કાર્ડ અપાય છે. આ બિલ મંજૂર થયા બાદ ભારતીયોને અમેરિકાની નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે.

ભારતીય પ્રોફેશનલ્સને થશે ફાયદો
ખાસ કરીને આ બિલથી એચ 1બી વર્ક વીઝા પર ત્યાં કામ કરી રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સને થશે જ્યાં હાલમાં ગ્રીન કાર્ડ મેળવવા માટે ભારતીય પ્રોફેશનલ્સને 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે. હાલના નિયમ મુજબ વાર્ષિક 1,40,000 ગ્રીન કાર્ડ જારી કરાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.