1. Home
  2. ગુજરાતી
  3. અમેરીકામાં ટ્રમ્પનું મન બદલાય તે પહેલા ભારતીયોની યૂએસની નાગરિકતા મેળવવાની હોડ
અમેરીકામાં ટ્રમ્પનું મન બદલાય તે પહેલા ભારતીયોની યૂએસની નાગરિકતા મેળવવાની હોડ

અમેરીકામાં ટ્રમ્પનું મન બદલાય તે પહેલા ભારતીયોની યૂએસની નાગરિકતા મેળવવાની હોડ

0
  • યૂએસની નાગરિકતા માટે ભારતીયોની પડાપડી
  • યૂએસએનું ગ્રીનકાર્ડ મેળવવા માટે મેક્સિકો બાદ ભારત બીજા સ્થાને
  • વિતેલા વર્ષમાં 52 હજારથી ઉપર ભારતીયોને મળ્યા ગ્રીનકાર્ડ
  • 2019મા 8 લાખ 34 હજાર ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ

દિલ્લી: તાજેતરમાં ભારતીયોનો અમેરીકામાં જઈને વસવાનો ક્રેઝ ખુબ જ વઘ્યો છે, ભારતનો નાગરિક સામાન્ય રીતે જો વિદેશ જવાનું વિચારે તો સૌ પ્રથમ તેના મગજમાં અમેરીકા જવાની જ વાત આવે. તો બીજી તરફ એ વાત પણ સત્ય છે કે અમેરીકાના વિઝા મળવા ખુજ મુશ્કેલ હોય છે, જેના કારણે ઘણા ભારતીયોએ વિઝટર વિઝા માટે પણ વલખા મારતા હોય છે, અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓની સંખ્યા પણ  અઢળક છે.

જો તમે  અમેરિકામાં ઠરીઠામ થવા ઈચ્છો છો તો તમારે ‘ઈમિગ્રન્ટ વિઝા’ મેળવવા જ પડે. જે મેળવીને અમેરિકામાં પ્રવેશતા તમને ‘ઍલિયન રજીસ્ટ્રેશન રીસીપ્ટ’ જે ‘ગ્રીનકાર્ડ’ના નામથી આપણે ઓળખીએ છે. તમે ગ્રીનકાર્ડ મેળવ્યા બાદ અમેરિકામાં હમેંશા વસવાટ કરી શકો. પાંચ વર્ષ પછી તથા ઘણા કિસ્સોમાં ત્રણ વર્ષના સમયગાળા પછી તમે અરજી કરીને નેચરલાઈઝેશન મારફત અમેરિકાના નાગરિક પણ બની શકો છો. જેના કારણે આજે સમગ્ર દેશના લોકોમાં ગ્રીનકાર્ડની માંગ એટલી હદે વધી ગઈ છે હવે તેની સમય મર્યાદા પણ વઘી ગઈ છે.

જો કે કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્ન બાદ હવે અમેરીકાના વિઝા મળતા તો થયા જ છે, તાજેતરમાં જે રીતે ભારતના વડા પ્રઘાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વ્યવહારો સાચવ્યા છે તે જોતા હવે તો વિઝા પહેલા કરતા તો થાડા અંશે સરળ થયા છે, છત્તા પણ જો અમેરીકામા રહેતા ભારતીયોએને ત્યાની નાગરિકતા મેળવવી હોય તો કમર તો કસવી જ પડે.

અમેરિકામાં ટૂંક સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને ભારતીયો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે તેમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો અમેરિકાની નાગરિકતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમેરિકાની સરકારે વર્ષ 2019ના સપ્ટેમ્બર મહિનામાં 8 લાખ 34 હજાર ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ આપ્યું જે છેલ્લા 11 વર્ષની સરખામણીમાં સૌથી મોટો આંકડો બતાવે છે.  અમેરિકાએ વર્ષ 2018ની સરખામણીમાં વર્ષ 2019માં 9.5 ટકા પ્રવાસીઓને વધારે નાગરિકતા આપી છે.

વર્ષ ૨૦૧૯માં ૫ લાખ ૭૭ હજાર પ્રવાસીઓએ ગ્રીનકાર્ડ રજુ કર્યા હતા. જે પાછળના વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં ૪૭.૪ ટકા ઘટ્યા છે. આ આંકડાકીય માહિતી યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ દ્વારા રજુ કરવામાં સમાચાર યાદીમાંથી મળી છે.

વર્ષ 2019માં 52 હજાર 194 ભારતમાં જન્મેલા લોકોને અમેરીકાની નાગરિકતા આપવામાં આવી હતી, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ પ્રસારીત કરેલા રિપોર્ટ પ્રમાણે ગીર્નકાર્ડ મેળવનારાઓમાં 7 ટકા જેટલા ભારતીયો હતા, જે વિતેલા વર્ષની સરખામણીમાં 2.7 ટકાનો ઘટાડો દર્શાવે છે. મેક્સિકન લોકોને સોથી વઘુ નાગરિકતા પ્રદાન કરવામાં આવી હતી જેનો આંકડો 1.3 લાખનો છે ત્યાર બાદ ચીનનો ક્રમ આવે છે જેનો આંકડો 39,600 છે.

ગ્રીન કાર્ડની પડતર અરજીમાં ૧૪ ટકા અને નાગરિકતાની પડતર અરજીમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. આ વાત અમેરીકા દ્વારા કહેવામાં આવી હતી, જ્યારે ભારતીયો દ્વારા કહેવાયું કે તઓને નાગરિકતા આપવામાં જાણી જોઈને વઘુ સમય લગાવી રહ્યા છે. જો કે હાલમાં પણ ૯.૨ લાખ ભારતીય ઇમિગ્રન્ટની ગ્રીનકાર્ડ માટેની અરજી કાર્યરત છે.

અમેરીકામાં રહેતો પ્રવાસી પાંચ વર્ષના ગ્રીનકાર્ડ બાદ જ તે ત્યાંની નાગરિકતા માટે અરજી કરી શકે છે. અમેરિકન નાગરિક સાથે લગ્ન કરનાર માટે આ સમયગાળો ટુંકો કરવામાં આવ્યો છે જે ૩ વર્ષનો છે. ૨૦૧૯માં ભારતમાં જન્મેલા ૫૯,૨૮૧ ઇમિગ્રન્ટને ગ્રીનકાર્ડ જારી કરાયાં છે. ગ્રીનકાર્ડ મેળવવામાં ભારતીયોનો ચોથો નંબર છે. તેની પહેલા મેક્સિકો, ક્યુબા અને ચીનના ઇમિગ્રન્ટોનું સ્થાન છે.

મહત્વનું છે કે અમેરિકામાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આવે છે જેમાં કેટલાક લોકો વિદ્યાર્થી બનીને આવે છે તો કેટલાક વર્ક પરમિટ લઈને આવે છે. નોંધનીય છે કે અમેરિકામાં લાખોની સંખ્યામાં આવતા લોકો પર નજર રાખવી સામાન્ય નથી પરંતુ જે રીતે મોકાનો લાભ ઉઠાવી ભારતીયો ગ્રીનકાર્ડ માટે લાઈનમાં ઉભા છે તેવી જ રીતે અન્ય દેશોના લોકો પણ લાઈનમાં ઉભા જ છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.