in ,

ઇરાન: તહેરાનમાં ભીષણ વિસ્ફોટ, 19નાં મોત, અન્ય કેટલાક ઇજાગ્રસ્ત

  • ઇરાનના પાટનગર તહેરાનમાં ભીષણ વિસ્ફોટ
  • આ ભીષણ વિસ્ફોટમાં 19 લોકોના નિપજ્યા મોત
  • અન્ય કેટલાક લોકો પણ થયા ઇજાગ્રસ્ત

ઇરાનના પાટનગર તેહરાનના ઉત્તરમાં એક ક્લિનિકમાં વિસ્ફોટ થયો છે. આ ભયાનક વિસ્ફોટમાં 19 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇરાનના પાટનગરમાં એક મેડિકલ ક્લિનિકમાં મંગળવારે રાત્રે આગ લાગી ગઇ હતી.

આ અંગે માહિતી આપતા તેહરાનની ઇમરજન્સી સેવાઓના પ્રમુખ પેમૈન સબેરિયને જણાવ્યું છે કે, આ દુર્ઘટના ગેસ કેપ્સૂલ વિસ્ફોટને કારણે થઇ હોય તેવી સંભાવના છે. ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખમૈનીએ આ મામલે કોઇ નિવેદન આપ્યું નથી.

હાલમાં તો આગ લાગવાના કારણો અંગેની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટને કારણે આજુબાજુની બે બિલ્ડિંગમાં પણ નુકસાન થયું છે. વિસ્ફોટના સમયે ક્લિનિકમાં 25 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા અને તેઓ સર્જરી તેમજ મેડિકલ તપાસ સાથે સંલગ્ન કામ કરી રહ્યા હતા.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંધ્રપ્રદેશ: વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સ લૉન્ચ કરાઇ, દરેક એમ્બ્યુલન્સ મેડિકલ સુવિધાથી છે સજ્જ

ભારતે ચીનથી આયાત થતો માલ અટકાવ્યો, ફાર્મા-ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ફફડાટ