1. Home
  2. ગુજરાતી
  3. ઇઝરાયલ: નેતન્યાહૂને બહુમત મળવામાં નિષ્ફળતા, ગઠબંધન સરકાર બનવાનો માર્ગ મોકળો થયો
ઇઝરાયલ: નેતન્યાહૂને બહુમત મળવામાં નિષ્ફળતા, ગઠબંધન સરકાર બનવાનો માર્ગ મોકળો થયો

ઇઝરાયલ: નેતન્યાહૂને બહુમત મળવામાં નિષ્ફળતા, ગઠબંધન સરકાર બનવાનો માર્ગ મોકળો થયો

0

ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂને ફરી એકવાર ચૂંટણીમાં નિરાશા સાંપડી છે. બેંજામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી પાંચ મહિનામાં બીજી વાર ચૂંટણીમાં બહુમત હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. નેતન્યાહૂની પાર્ટીને માત્ર 31 બેઠકો મળી છે, જ્યારે ચૂંટણીમાં તેના પ્રતિસ્પર્ધી બ્લૂ એંડ વાઇટને નેતન્યાહૂની પાર્ટીથી એક બેઠક વધુ મળી છે.

ચૂંટણીમાં બન્ને પ્રમુખ ગઠબંધનોની વાત કરીએ તો ડાબેરીઓને 56 જ્યારે નેતન્યાહૂના દક્ષિણપંથીને 55 બેઠકો મળી છે. આ સ્થિતિમાં ઇઝરાયલમાં ગઠબંધન સરકાર બનવાનો માર્ગ મોકળો બન્યો છે. ઇઝરાયલમાં કોઇપણ પાર્ટીને સરકાર બનાવવા માટે 61 બેઠકો હાંસલ કરવી આવશ્યક હોય છે.

ઇઝરાયલમાં મંગળવારે થયેલા મતદાન પરથી અંદાજો લગાવાઇ રહ્યો હતો કે આ વખતે પણ નેતન્યાહૂની પાર્ટી બહેતર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. નેતન્યાહૂની પાર્ટી લિકુડ અને તેના પડકાર આપનારા મધ્યમાર્ગી પૂર્વ સૈન્ય પ્રમુખ બની ગાંજની બ્લૂ એંડ વાઇટ પાર્ટીને 120 બેઠકોમાંથી માત્ર 31 અને 32 બેઠકો જ હાંસલ થઇ છે. તેથી રાજનૈતિક અસ્થિરતાનો સામનો કરી રહેલા ઇઝરાયલમાં ગઠબંધન સરકાર બને તેવી સંભાવના વધી ચૂકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.