1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા
ભારતીય હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા

ભારતીય હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા

0
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિનો દાવો
  • કોરોનાને માત આપવા માટે ભારતની હાઇડ્રોક્સીક્લોરોક્વીન અસરકારક
  • મંગળવારે તેઓનો કોરોનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

ભારતે અત્યારસુધી કોરોનાની સારવારમાં અસરકારક મનાતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાને અનેક દેશોમાં પહોંચાડી છે ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ આ દવાને લઇને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, આ દવાની મદદથી કોરોનાને જલ્દી માત આપી શકાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર બોલસોનારોએ જણાવ્યું હતું કે, મંગળવારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાષ્ટ્રપતિએ મંગળવારે જણાવ્યું કે, તાવ, માંસપેશીઓમાં દુખાવો તેમજ બેચેની બાદ તેમણે ફેંફસાંનો એક્સ-રે કરાવ્યો હતો. મંગળવારે તેમનો તાવ ઓછો થતા તેમણે આ શ્રેય હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાને આપ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સ્વસ્થ છું, સામાન્ય છું, ફરવા માંગુ છું પરંતુ મેડિકલ સૂચનોને કારણે હું આવું નથી કરી શકતો.

નોંધનીય છે કે મંગળવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ફેસબૂક પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ત્રીજો ડોઝ લેતા જોઇ શકાય છે. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ દવાનું સમર્થન કરી ચૂક્યા છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.