1. Home
  2. ગુજરાતી
  3. આતંકી મસૂદ અઝહર એ કાશ્મીર પર ઝેર ઓક્યું – ભારતીય PM એ પોતાના જ પગ પર કુહાડી મારી
આતંકી મસૂદ અઝહર એ કાશ્મીર પર ઝેર ઓક્યું – ભારતીય PM એ પોતાના જ પગ પર કુહાડી મારી

આતંકી મસૂદ અઝહર એ કાશ્મીર પર ઝેર ઓક્યું – ભારતીય PM એ પોતાના જ પગ પર કુહાડી મારી

0

પાકિસ્તાનના આતંકી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે ફરી એક વાર ભારત વિરુદ્વ ઝેર ઓક્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાયો છે. ANI અનુસાર મેસેજિંગ એપ ટેલિગ્રામ દ્વારા અઝહરનું એક નિવેદન સામે આવ્યું છે.

અઝહર એ કહ્યું હતું કે કાશ્મીરથી વિશેષ દરજ્જો પાછો ખેંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની હાર સ્વીકારી લીધી છે. કાશ્મીરી મુસ્લિમ તેનો હક ગુમાવશે અને ઉદ્યોગપતિઓ ત્યાં જમીન ખરીદશે.

અઝહર એ રોષ વ્યક્ત કર્યો હતો કે ભારતીય PM એ પોતાના જ પગ પર કુહાડી મારી છે. અઝહરનો આ કથિત સંદેશો ફરાન જેફરીના નામથી સામે આવ્યો છે. કાશ્મીરમાં જેહાદ નો એક અધ્યાય પૂર્ણ થયો છે.

વૈશ્વિક આતંકી મસૂદ અઝહર એ કહ્યું હતું કે કાશ્મીરને લઇને તેઓનું સપનું ક્યારેય પૂરું નહીં થાય. નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર એ મે મહિનામાં મસૂદને વૈશ્વિસ આતંકી જાહેર કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.