1. Home
  2. ગુજરાતી
  3. જાપાનના PM શિંઝો આબે રદ્દ કરી શકે છે ભારત પ્રવાસ, પૂર્વોત્તરમાં જારી હિંસાની અસર
જાપાનના PM શિંઝો આબે રદ્દ કરી શકે છે ભારત પ્રવાસ, પૂર્વોત્તરમાં જારી હિંસાની અસર

જાપાનના PM શિંઝો આબે રદ્દ કરી શકે છે ભારત પ્રવાસ, પૂર્વોત્તરમાં જારી હિંસાની અસર

0

અફવાઓ અને જુઠ્ઠાણાની અસરથી આસામ તેમજ અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં લાગેલી આગ હવે ભારતના મિત્ર રાષ્ટ્રો સુધી પણ પહોંચવા લાગી છે. પહેલી અસર જાપાનના પીએમ શિંઝો અબેની ભારત મુલાકાત પર થઇ છે. નાગરિકત્વ બિલના વિરોધમાં પૂર્વોત્તર રાજ્યોમાં થઇ રહેલા દેખાવોને ધ્યાનમાં રાખતા જાપાનના પીએમ શિંઝો અબે રવિવારથી શરૂ થનારો તેનો ભારત પ્રવાસ ટાળી શકે છે. મહત્વનું છે કે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ આસામમાં હિંસાને જોતા ભારત-જાપાન વચ્ચેના શિખર સંમેલનના આયોજન પર અનિશ્વિતતા દર્શાવી હતી.

સરકારે જો કે હજુ સુધી બેઠકની જગ્યા અંગે કોઇ જાહેરાત કરી નથી. પરંતુ ગુવાહાટીમાં મેજબાની થાય તેવી સંભાવના છે. નાગરિકતા સંશોધન બિલને લઇને અનેક દિવસોથી આસામમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે અને હજારો લોકો માર્ગ પર દેખાવો કરી રહ્યા છે. સરકારને શિખર મંત્રણાની જગ્યા વિશે પૂછાતા કુમારે કોઇ જાણકારી પૂરી પાડી ન હતી.

નોંધનીય છે કે સંસદમાં પસાર થયેલું CAB ને લઇને ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પ્રદર્શનકારીઓએ ગુરુવારે એક ધારાસભ્યના ઘર, વાહનો તેમજ સર્કલ ઓફિસને આગ ચાંપી હતી. સરકારે સખત કાર્યવાહી કરતા ગુવાહાટીના પોલીસ કમિશનર સહિત મુખ્ય પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કર્યા હતા.

રાજ્યમાં હિંસક પ્રદર્શનને જોતા ગુરુવારે 12 વાગ્યાથી આગામી 48 કલાકથી વધુ સમય માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઇ છે. મોટાભાગની એરલાઇન્સ એ પણ ડિબ્રૂગઢ તેમજ ગુવાહાટીથી ઉડાનો રદ્દ કરી છે અને રેલવે દ્વારા ટ્રેન સેવા પણ સ્થગિત કરાઇ છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ એ લોકોને શાંત રહેવા તેમજ શાંતિ વ્યવસ્થા જાણવી રાખવા માટે અપીલ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.