in , , ,

PM મોદીએ જનતાને સમર્પિત કર્યું કરતારપુર કૉરિડોર, બોલ્યા – ખુદને સૌભાગ્યશાળી માનું છું

ભારતના હજારો શિખ શ્રદ્વાળુઓ માટે આસ્થા સમાન કરતારપુર કૉરિડોરને આજે પીએમ મોદીએ જનતાને સમર્પિત કર્યું હતું. હવે શિખ લોકો શ્રી ગુરુ નાનક દેવજીના પાકિસ્તાનના નરોવાલ જિલ્લાના ગામ કરતારપુર સ્થિત ગુુરુદ્વારા કરતારપુર સાહિબના દર્શનનો લાભ લઇ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉરિડોરનું ઉદ્વાટન કરવાની સાથોસાથ એક કાફલાને કૉરિડોરના રસ્તા પાકિસ્તાન જવા માટે રવાના કર્યો હતો. આ સમૂહમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઉપરાંત સાંસદ, મંત્રી, ધારાસભ્ય અને દેશના તમામ રાજ્યોમાંથી એક એક પ્રતિનિધિ સામેલ છે.

લાઇવ અપડેટ્સ

આઝાદ ભારતની રક્ષામાં શિખોનું યોગદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની એકતા, ભારતની રક્ષા-સુરક્ષાથી લઇને, ગુરુનાનક દેવજીથી લઇને ગુરુ ગોવિંદજી સુધી દરેક ગુરુ સાહિબે અનેક બલિદાન કર્યા છે. આ જ પરંપરાને આઝાદીની લડત અને આઝાદ ભારતની રક્ષા માટે શિખ સમુદાયે પૂરી શક્તિ સાથે નિભાવી છે.

ઇમાનદારીથી વિકાસનો માર્ગ મોકળો થાય છે
પીએમ મોદીએ કહ્યું કે ગુરુનાનક દેવે શીખ આપી છે કે સત્ય અને ઇમાનદારીથી કરેલા વિકાસથી હંમેશા વિકાસ અને સમૃદ્વિનો માર્ગ મોકળો થાય છે. પીએમ મોદીએ કહ્યું કે ગુરુનાનક દેવે સીખ આપી હતી કે ધન તો આવતું રહેશે પરંતુ સાચા મૂલ્યો હંમેશા રહે છે.

શિખ સમુદાયને સંબોધિત કરી રહ્યા છે પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ શિખ સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે ગુરુનાનક દેવના 550મા પ્રકાશ પર્વ પહેલા કરતારપુર કૉરિડોરનું ઉદ્વાટન થવું ખૂબજ ખુશીની વાત છે.

પીએમ મોદી દ્વારા આ ચોકીના ઉદ્વાટન બાદ ભારતીય તીર્થયાત્રિકો પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર સાહિબ જઇ શકશે. આ પ્રસંગે બન્ને દેશો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન 12 નવેમ્બરના રોજ ગુરુનાનકની 550મી જયંતિ પહેલા આ કૉરિડોરનું ઉદ્વાટન કરશે.

જાગીર કૌરે પીએમનું સ્વાગત કર્યું

ગુરુદ્વારામાં શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પૂર્વ પ્રમુખ જાગીર કૌરે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. તેઓ ગુરુ નાનક દેવના 550ના પ્રકાશ પર્વના અવસર પર આયોજીત સમારોહના પ્રભારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને મહિલાએ પડાવાયા 2.50 લાખ

ફિલ્મ ‘બાલા’એ બોક્સ ઓફિસ કરોડોની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કરી