1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય મૂળના અમેરિકી સાંસદનો પાક પર પ્રહાર – ઇમરાન ખાનની યુદ્વની ધમકી હાસ્યાસ્પદ
ભારતીય મૂળના અમેરિકી સાંસદનો પાક પર પ્રહાર – ઇમરાન ખાનની યુદ્વની ધમકી હાસ્યાસ્પદ

ભારતીય મૂળના અમેરિકી સાંસદનો પાક પર પ્રહાર – ઇમરાન ખાનની યુદ્વની ધમકી હાસ્યાસ્પદ

0
  • ભારતીય મૂળના સાંસદે કેલિફોર્નિયામાં સંબોધ્યો કાર્યક્રમ
  • ઇમરાન ખાન નિવેદનો દરમિયાન ગુસ્સો કાબૂમાં રાખે તે જરૂરી
  • પાક PM ઇમરાન ખાને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેંક્રો સાથે ફોનમાં કરી વાતચીત

ભારતીય મૂળના અમેરિકી સાંસદ રો ખન્નાએ કાશ્મીરને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે. કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાને આ મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો હતો. આ મુદ્દે ખન્નાએ પાકિસ્તાનના વડાપ્રધાનને આડે હાથે લીધા હતા. તેમણે કહ્યું કે ઇમરાનખાને નકામી અને નફરતભર્યા નિવેદનો પર લગામ લગાવવી જોઇએ. ઇમરાન ખાને તેના નિવેદનમાં ભારત વિરુદ્વ પરમાણુ યુદ્વની પણ ધમકી આપી હતી.

અમેરિકામાં બીજી વાર ડેમોક્રેટિક સાંસદ તરીકે ચૂંટાયેલા ખન્ના બુધવારે કેલિફોર્નિયામાં એક ભારતીય સમુદાયને લગતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય લોકતંત્રમાં કાશ્મીરનું સ્થાન મહત્વ્વપૂર્ણ છે. તેથી જ ઇમરાન ખાન નિવેદનોમાં ગુસ્સાને શાંત રાખે અને કોઇપણ વિવાદ કે યુદ્વની સ્થિતિને ના ઉકસાવે. ભારત વિરુદ્વ તેનું યુદ્વનું નિવેદન ખૂબજ હાસ્યાસ્પદ છે. તે ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત કાશ્મીરી મૂળના લોકોએ ગરીબી અને આતંકવાદ સામે લોકતાંત્રિક તરીકે સમાધાનના પગલાંઓ માટે ભારત સરકારની પ્રશંસા કરી હતી.

બીજી તરફ, પાકિસ્તાન સતત કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાનના PM ઇમરાન ખાને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેંક્રો સાથે ફોન પર વાતચીત કરીને ભારતનો નિર્ણય કાશ્મીર માટે ખતરો છે તેવું કહ્યું હતું. મેંક્રોએ કાશ્મીર સમસ્યાને શાંતિપૂર્વક ઉકેલવાની અપીલ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.