1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીર મુદ્દો: પાકિસ્તાન યુએનને સોંપશે 115 પાનાનું ડોઝિયર, ફેલાવશે જુઠ્ઠાણું
કાશ્મીર મુદ્દો: પાકિસ્તાન યુએનને સોંપશે 115 પાનાનું ડોઝિયર, ફેલાવશે જુઠ્ઠાણું

કાશ્મીર મુદ્દો: પાકિસ્તાન યુએનને સોંપશે 115 પાનાનું ડોઝિયર, ફેલાવશે જુઠ્ઠાણું

0
  • આ ડોઝિયરથી પાકિસ્તાન ભારત વિરુદ્વ ફેલાવશે જુઠ્ઠાણું
  • UNHRCનું 42મું સંમેલન, 13 સપ્ટેમ્બર સુધી ચાલશે
  • પાકિસ્તાન ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉછાળશે

કાશ્મીરને લઇને પાકિસ્તાન નવું ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાન આજે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં (UNHRC) 115 પાનાનું ડોઝિયર જમા કરશે. આ ડોઝિયર પાકિસ્તાનનું વધુ એક જુઠ્ઠાણુ હશે. સમગ્ર વિશ્વમાંથી નિષ્ફળતા બાદ હવે પાકિસ્તાન ડોઝિયર મારફતે યુએનમાં આ મુદ્દો ઉઠાવશે.

આ વચ્ચે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી UNHRCના 42મા સંમેલનમાં ભાગ લેવા માટે જીનેવા પહોંચ્યા છે. 13 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં પાકિસ્તાન ભારત વિરુદ્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉછાળશે.

કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન આંતરાષ્ટ્રીય સ્તર પર ભારત વિરુદ્વ આરોપ લગાવી રહ્યું છે કે જમ્મૂ કાશ્મીરમાં દમન થઇ રહ્યું છે પરંતુ ભારત સરકારે સતત આ દાવાઓ ફગાવ્યા છે.

પાક વિદેશ મંત્રી UNHRCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા ઉપરાંત ભારત વિરુદ્વ સમર્થન પ્રાપ્ત કરવા માટે કાશ્મીર રિઝોલ્યુશન પણ રજૂ કરવાની તૈયારીમાં છે. UNHRCમાં કાશ્મીરને લઇને એક વિશેષ સત્ર આયોજિત થાય તેવી પાકિસ્તાનની ઇચ્છા છે.

પાકિસ્તાન તેના માટે સતત કૂટનીતિક પ્રયાસો કરી ચૂક્યું છે. જો UNHRCમાં કુલ 47 સભ્યોમાંથી 16નું સમર્થન પ્રાપ્ત થશે તો પાકિસ્તાનને એક તૃત્યાંશ સભ્યોનું સમર્થન પ્રાપ્ત થશે.

મુસ્લિમ દેશોના સંગઠન ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઑપરેશનના સભ્ય દેશોની UNHRCમાં મુખ્ય ભૂમિકા રહેશે. OIC ના 15 સભ્ય દેશો UNHRCના પણ સભ્યો છે. હાલમાં જ OIC એ જમ્મૂ કાશ્મીરમાં માનવાધિકારોને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.