1. Home
  2. ગુજરાતી
  3. ભવિષ્યના વાવાઝોડાં માટે શાહીન, ગુલાબ, અગ્નિ, અર્નબ જેવા ભારતીય નામો પસંદ થયાં
ભવિષ્યના વાવાઝોડાં માટે શાહીન, ગુલાબ, અગ્નિ, અર્નબ જેવા ભારતીય નામો પસંદ થયાં

ભવિષ્યના વાવાઝોડાં માટે શાહીન, ગુલાબ, અગ્નિ, અર્નબ જેવા ભારતીય નામો પસંદ થયાં

0
  • વર્ષ 2004માં 8 દેશોએ સંયુક્તપણે વાવાઝોડાંનું કર્યુ હતું નામકરણ
  • હવે આ નામોની યાદી પૂર્ણ થવાને આરે, છેલ્લું નામ અમ્ફાન રહ્યું બાકી
  • અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ત્રાટકશે તેનું નામ અમ્ફાન રખાશે
  • વિશ્વના 13 દેશોએ ફરી વાવાઝોડાંના નામકરણની પ્રક્રિયા હાથ ધરી

સમગ્ર વિશ્વમાં કેટલાક વર્ષ દરમિયાન અનેક વાવાઝોડાં મોટી તારાજી સર્જતા હોય છે અને આ વાવાઝોડાંનું અનેક દેશો નામકરણ કરે છે જેથી તેને ઓળખી શકાય. વર્ષ 2004માં 8 દેશોએ સંયુક્તપણે વાવાઝોડાંના નામ રાખ્યા હતા. આ યાદીમાં છેલ્લું નામ અમ્ફાન બાકી રહ્યું છે. હિંદ મહાસાગર કે બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં જે આગામી વાવાઝોડું ત્રાટકશે એનું નામ અમ્ફાન રખાશે. જો કે તેના પછી જે વાવાઝોડાં આવશે તેના માટે વિશ્વના 13 દેશોએ તે વાવાઝોડાંના નામકરણની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ભવિષ્યમાં ત્રાટકનારા વાવાઝોડાં માટે શાહિન, ગુલાબ, અગ્નિ, અર્નબ જેવા ભારતીય નામોની પસંદગી કરાઇ છે.

વાવાઝોડાંના નામકરણની પ્રક્રિયામાં ભારત પણ સામેલ હતું, ભારતે કુલ 13 નામોનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં ગતિ, તેજ, મુરાસુ, આગ, નીર, પ્રભંજન, ધૂરની, અંબૂજ, જલધિ અને વેગ જેવા નામોનો સમાવેશ થાય છે. ભારતે અલગ અલગ રાજ્યો પાસેથી નામ મંગાવ્યા હતા અને તેના આધારે સમિતિએ ભારતના નામોની પસંદગી કરી હતી. એક પછી એક ઉત્તરી હિંદ મહાસાગર, અરબ સાગરમાં ત્રાટકનારા વાવાઝોડાને આ નામ અપાશે.

આપને જણાવી દઇએ કે ભારત, ઇરાન, બાંગ્લાદેશ, માલદિવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, યુએઇ અને યમન એમ સાગરકાંટાના 13 દેશોના હવામાન વિભાગે મળીને તમામ દેશોના 13-13 નામો પસંદ કર્યા હતા.

મહત્વનું છે કે ભાવિમાં ત્રાટકનારા ચક્રવાતોના નામ પસંદ કરવાની સમિતિનું ગઠન વર્ષ 2018માં થયું હતું. આ સમિતિ વાવાઝોડાં માટે નામની પસંદગી કરે છે અને ત્યારબાદ આ નામ વિશ્વના હવામાન સંગઠનને મોકલાય છે. આગામી 25 વર્ષ સુધી આ યાદી ચાલશે. વાવાઝોડાંનું નામકરણ પાછળ કરવાનો ઉદ્દેશ જે તે તોફાન અંગે જાગરુકતા ફેલાવવા, તે તોફાનમાં થયેલી તારાજી જાણવા, લોકોને મળેલી સહાયની માહિતીનું સંકલન કરવાનો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.