1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં કોરોનાની રસીની હ્યુમન ટ્રાયલ સફળ, આ વર્ષના અંત સુધી લોકો માટે ઉપલબ્ધ થવાની શક્યતા
અમેરિકામાં કોરોનાની રસીની હ્યુમન ટ્રાયલ સફળ, આ વર્ષના અંત સુધી લોકો માટે ઉપલબ્ધ થવાની શક્યતા

અમેરિકામાં કોરોનાની રસીની હ્યુમન ટ્રાયલ સફળ, આ વર્ષના અંત સુધી લોકો માટે ઉપલબ્ધ થવાની શક્યતા

0
  • અમેરિકાની પહેલી રસીનું થયું લોકો પર પરીક્ષણ
  • કોરોનાની રસીનું આવ્યું ગજબ પરિણામ
  • ઝડપથી તૈયાર થઈ જશે આ વેક્સીન

કોરોનાની રસીની શોધને લઇને હવે એક આશાસ્પદ સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં રસીના સકારાત્મક પરિણામ પછી લોકોની અપેક્ષા વધી છે. અમેરિકાની ફાર્મા કંપની મોડર્નાએ ટ્રાયલ દરમિયાન આઠ લોકોને આ રસીનો ડોઝ આપ્યો હતો, જેનું પરિણામ સકારાત્મક આવ્યું છે. અમેરિકાની આ પહેલી રસી છે જેનું પરીક્ષણ લોકો પર સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, અમેરિકામાં આ પહેલી રસી છે જેનું માનવીઓ પર પરીક્ષણ હાથ ધરાયું છે. માર્ચના પ્રારંભમાં આઠ લોકોને રસી આપવામાં આવી હતી. આ તમામ લોકોને રસીના 2 ડોઝ આપવામાં આવ્યા હતા.

માનવીઓ પર પરીક્ષણ બાદ આ રસી સલામત હોવાનું લાગી રહ્યું છે અને તે વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. જો કે ટ્રાયલ દરમિયાન કંપનીએ માત્ર સ્વસ્થ સ્વયંસેવકોને જ રસી આપી હતી. આ લોકોના શરીરમાં જોવા મળતા એન્ટિબોડીઝની લેબમાં માનવીય કોષો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન જોવા મળ્યું હતું કે એન્ટિબોડિઝ વાયરસને વધતા અટકાવવા માટે સક્ષમ છે.

આ આઠ લોકોને રસી દેવાયા બાદ આ લોકોમાં એન્ટિબોડિઝનું સ્તર એવું મળ્યું જે કોરોનાથી સાજા થયેલાં દર્દીઓમાં જોવા મળ્યું હતું. જો કે હજુ સુધી રસી વિશેની મર્યાદિત માહિતીને કારણે તેની સફળતા વિશે હજુ પણ અનિશ્વિતતા પ્રવર્તિત છે.

કંપની આગામી સમયમાં 600 લોકો પર રસીનું ટ્રાયલ કરવા જઇ રહી છે. આ માટેનો તબક્કો જુલાઇ મહિનાથી શરૂ થશે. જો ટ્રાયલ સફળ રહેશે તો વર્ષાન્તે અથવા વર્ષ 2021ના પ્રારંભે આ રસી લોકો માટે ઉપલબ્ધ થઇ શકે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.