1. Home
  2. ગુજરાતી
  3. ભારતીયો આનંદો! વ્હાઇટ હાઉસ દ્વારા ફોલો થનારા મોદી દુનિયાના એકમાત્ર નેતા બન્યા
ભારતીયો આનંદો! વ્હાઇટ હાઉસ દ્વારા ફોલો થનારા મોદી દુનિયાના એકમાત્ર નેતા બન્યા

ભારતીયો આનંદો! વ્હાઇટ હાઉસ દ્વારા ફોલો થનારા મોદી દુનિયાના એકમાત્ર નેતા બન્યા

0
  • ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટની નિકાસને મંજૂરી આપ્યા બાદ અમેરિકાએ કર્યા વખાણ
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો
  • વ્હાઇટ હાઉસ ભારતના કુલ ચાર ટ્વીટર એકાઉન્ટને ફોલો કરે છે

અમેરિકાએ ભારત પાસે હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટની માંગ કર્યા બાદ ભારતે પણ તેની નિકાસની પરવાનગી આપતા ટ્રમ્પે ભારતના ભરપૂર વખાણ કર્યા હતા. તે ઉપરાંત ટ્રમ્પે મોદીને મહાન નેતા ગણાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકા માટે પીએમ મોદીનું કેટલું મહત્વ છે તેનો અંદાજ વ્હાઇટ હાઉસના ટ્વીટર એકાઉન્ટ પરથી લગાવી શકાય છે. વ્હાઇટ હાઉસે પ્રથમવાર વિશ્વના કોઇ નેતાના પ્રાઇવેટ એકાઉન્ટે ફોલો કર્યું છે.

વ્હાઇટ હાઉસના ટ્વીટર એકાઉન્ટ વિશે વાત કરીએ તો વ્હાઇટ હાઉસ કુલ 19 લોકોના ટ્વીટર એકાઉન્ટને ફોલો કરે છે. જેમાંથી ચાર ભારતના છે. બાકીના તમામ અમેરિકા સાથે સંકળાયેલા છે. આ ચાર એકાઉન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રાઈવેટ એકાઉન્ટ, ભારતના રાષ્ટ્રપતિનું ઓફિશિયલ એકાઉન્ટ, પીએમઓનું ઓફિશિયલ એકાઉન્ટ અને અમેરિકામાં ઈન્ડિયન એમ્બસીનું એકાઉન્ટ છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ દ્વારા ફોલો કરનારા દુનિયાના એકમાત્ર નેતા બન્યા છે.

મહત્વનું છે કે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતે અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાઓ સહિત દુનિયાના અનેક દેશો માટે મદદનો હાથ લંબાવ્યો હતો અને જે ભારત જે દેશોની મદદમાં આવ્યું છે તેવા દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસ દ્વારા પીએમ મોદીને ફોલો કરાય છે તે સમાચારથી વિશ્વના દરેક ખુણે વસતા ભારતીયો ગર્વની લાગણી અનુભવતા હશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.