1. Home
  2. ગુજરાતી
  3. સૌર મંડળની જાણકારી પ્રાપ્ત કરવા નાસાએ લૉન્ચ કર્યું સોલર ઓર્બિટર, પહેલી વખત સૂર્યના ધ્રુવોના ફોટો લેશે
સૌર મંડળની જાણકારી પ્રાપ્ત કરવા નાસાએ લૉન્ચ કર્યું સોલર ઓર્બિટર, પહેલી વખત સૂર્યના ધ્રુવોના ફોટો લેશે

સૌર મંડળની જાણકારી પ્રાપ્ત કરવા નાસાએ લૉન્ચ કર્યું સોલર ઓર્બિટર, પહેલી વખત સૂર્યના ધ્રુવોના ફોટો લેશે

0
  • સૌર મંડળના અભ્યાસ માટે નાસાએ સોલર ઓર્બિટર કર્યું લોન્ચ
  • 7 વર્ષમાં 4 કરોડ 18 લાખ કિમીનું અંતર કાપશે
  • સૂર્યના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રથમ વખત ફોટો લેવામાં આવશે

નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ સૂર્યનો અભ્યાસ કરવા માટે સોલર ઓર્બિટર મિશન લોન્ચ કર્યું છે. આ ઓર્બિટર સૂર્યના ઉત્તર અને ધ્રુવોના પહેલા ફોટો લેશે. ભારતીય સમય પ્રમાણે તેને સોમવારે સવારે 9.33 વાગ્યે ફ્લોરિડા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. તે સૂર્યની નજીક પહોંચવા માટે 7 વર્ષમાં આશરે 4 કરોડ 18 લાખ કિલોમીટર (260 લાખ મિલિયન માઇલ)નું અંતર કાપશે.

સૌર મંડળ પર અસર કરતા દરેક પ્રશ્નોના જવાબ શોધવાનો ઓર્બિટર પ્રયત્ન કરશે. ઓર્બિટર માટે નિર્ધારિત પ્રોગ્રામમાં સૂર્યની સપાટી પર સતત ઉડી રહેલા આવેશિત કણો, હવાના પ્રવાહ, સૂર્યની અંદર ચુંબકીય ક્ષેત્ર તેમજ તેનાથી તૈયાર થતા હેલિઓસ્ફિયરને લગતી તપાસનો સમાવેશ થાય છે.

આ સોલર ઓર્બિટરને 2 ટન ભારે અંતરિક્ષ યાનમાં રાખવામાં આવેલ છે. તેને સૂર્યની કક્ષા સુધી લઇ જવા માટે યુનાઇટેડ લોંચ એલાયન્સ એટલાસ V રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂર્યના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના ફોટો પ્રાપ્ત કરવા માટે ઓર્બિટર એક્લિપ્ટિક પ્લેનથી બહાર નીકળશે. પૃથ્વી અને શુક્રની કક્ષાની ઉપરથી તે અંતરિક્ષમાં એવી રીતે સ્થાપિત થશે કે સૂર્યના બન્ને ધ્રુવો દેખાઇ શકે. આ માટે તેણે 24 ડિગ્રી સુધી ઘુમાવવામાં આવશે.

અમારો દ્રષ્ટિકોણ બદલાશે: નાસા
આ અંગે નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટ્રેઅન ગ્રીનબેલ્ટ મેરીલેન્ડમાં ડેપ્યુટી પ્રોજેક્ટ વૈજ્ઞાનિક ટેરેસા નિક્સ-ચિંચિલાએ જણાવ્યું હતું કે અમે જાણતા નથી કે અમે શું જોવા જઇ રહ્યા છે, પરંતુ આગામી વર્ષોમાં સૂર્ય અંગે આપણો દ્રષ્ટિકોણ વ્યાપક પ્રમાણમાં બદલાશે.

ESAની ઉપપરિયોજનાના વૈજ્ઞાનિક યાનિસ જૂગનેલિસે કહ્યું કે આ પ્રશ્ન નવો નથી, પણ અમે સૌ અમારા સ્ટારની પાયાગત માહિતી જાણતા નથી. તેની તપાસ કરીને વૈજ્ઞાનિક એ જાણવા ઇચ્છુક છે કે સૂર્યની અંતરિક્ષના હવામાનને કેવી રીતે પ્રભાવિત કરે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.