1. Home
  2. ગુજરાતી
  3. નેપાળના પીએમનું ભાવિ હવે સોમવારે નક્કી થશે, આ કારણોસર બેઠક ટળી
નેપાળના પીએમનું ભાવિ હવે સોમવારે નક્કી થશે, આ કારણોસર બેઠક ટળી

નેપાળના પીએમનું ભાવિ હવે સોમવારે નક્કી થશે, આ કારણોસર બેઠક ટળી

0

હાલમાં નેપાળમાં વડાપ્રધાન કે પી શર્મા ઓલીના ભાવિ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પીએમ મોલી ગાદી પર રહેશે કે નહીં તે અંગે ચારેય તરફ ચર્ચા થઇ રહી છે ત્યારે શનિવારે નેપાળના સત્તાધારી પક્ષ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આજરોજ વડાપ્રધાન કે પી શર્મા ઓલીના ભાવિ અંગે નિર્ણય થવાનો હતો પરંતુ આ બેઠક હવે સોમવાર પર ટળી છે.

આ અંગે માહિતી આપતા વડાપ્રધાનના પ્રેસ સલાહકાર સૂર્યા થાપાએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સોમવાર પર ટળી છે. નેતાઓને પડતર મુદ્દાઓ માટે વધુ સમયની જરૂર હોવાથી હવે સોમવારે સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે.

નોંધનીય છે કે, એનસીપીની સ્ટેન્ડિંગ કમિટીમાં 45 સભ્યો છે. પક્ષના ટોચના નેતાઓએ વડાપ્રધાન ઓલીના રાજીનામાની માંગ કરી હતી. ભારત વિરોધી નિવેદનો બદલ પીએમ ઓલી વિરુદ્ધ તેમના જ પક્ષમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને નેતાઓએ ઓલીના નિવેદનને રાજકીય તેમજ રાજદ્વારી રીતે પણ અયોગ્ય ગણાવ્યું હતું.

(સંકેત) 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.