in , ,

3 વૈજ્ઞાનિકોને કેમિસ્ટ્રીનું નોબલ પારિતોષિક, લિથિયમ બેટરી પર કામ માટે મળ્યું આ પ્રતિષ્ઠિત સમ્માન

  • ગુડઇનફ, સ્ટેનલી વિથિંગમ અને યોશિનોને નોબલ પુરસ્કાર
  • તેમાં બે વૈજ્ઞાનિકો અમેરિકાના તેમજ એક વૈજ્ઞાનિક જાપાનના છે

કેમિસ્ટ્રીના નોબલ પુરસ્કાર-2019 નું એલાન કરાયું છે. આ એવોર્ડ સંયુક્તપણે ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. જૉન ગુડઇનફ, એમ સ્ટેનલી વિથિંગમ અને અકિરા યોશિનોને આ પુરસ્કાર લિથિયમ આયન બેટરીના વિકાસ માટે અપાયો છે.

ધી રૉયલ સ્વીડિશ એકેડમી ઑફ સાંઇસના સેક્રેટરી જનરલ ગોરાન કે હેન્સને આ પુરસ્કારની ઘોષણા કરી હતી. અતિ પ્રતિષ્ઠિત આ સમ્માનના એલાન બાદ અકિરા યોશિનોએ કહ્યું હતું કે ‘જિજ્ઞાસાથી જ તેમને વાસ્તવિક પ્રેરણા મળે છે.’

જણાવી દઇએ કે, લિથિયમ આયન બેટરીને એક ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે જેનો ઉપયોગ આજકાલ મોબાઇલ અને લેપટોપથી લઇને ઇલેક્ટ્રોનિક ગાડીઓ સુધી કરવામાં આવે છે. આ બેટરી સુરક્ષિત હોવા ઉપરાંત વજનમાં પણ હલકી હોય છે. આ બેટરીને વૈજ્ઞાનિકો જીવાશ્મ ઇંધણથી છૂટકારો અપાવવામાં મોટું પરિબળ માને છે.

બ્રહ્માંડ વિજ્ઞાનને મળ્યું સમ્માન
અગાઉ સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં રૉયલ એકેડમી ઑફ સાઇન્સીઝે મંગળવારે એલાન કર્યું હતું કે વર્ષ 2019 માટે ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર સંયુક્તપણે ત્રણ વૈજ્ઞાનિકોને મળશે. ભૌતિકશાસ્ત્રમાં 2019ના નોબલ પુરસ્કારનો અડધો હિસ્સો ભૌતિક વિજ્ઞાનમાં સૈદ્વાંતિક ખોજો માટે જેમ્સ પીબલ્સને અને બીજો અડધો હિસ્સો સુરજ જેવા તારાની પરિક્રમા કરનાર એક્સોપ્લેનેટની ખોજ માટે મિશેલ મેયર અને ડિડિએર કેલોજને સંયુક્તપણે એનાયત કરાશે.

એ પહેલા સોમવારે ચિકિસ્તા ક્ષેત્ર માટે નોબલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી. આ પુરસ્કારથી ત્રણ અમેરિકી વૈજ્ઞાનિકો વિલિયમ જી. કેલિન, ગ્રીગ એલ.સેમાન્જા અને બ્રિટન પીટર જે.રેટક્લિફને સમ્માનિત કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The Queens of India-5… Lakshmi bai, the Rani of Jhansi, who immortalized 1857.

આર્થિક મંદીને કારણે વૈશ્વિક સ્પર્ધા સૂચિમાં 10 ક્રમાંક નીચે સરક્યું ભારત, સિંગાપુર યાદીમાં પ્રથમ ક્રમાંકે