in ,

FATFમાં પાકિસ્તાનને ઝટકો, બ્લેક લિસ્ટ થવાનો ખતરો વધ્યો

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં પાકિસ્તાનને કોઇપણ દેશનું સમર્થન નથી મળી રહ્યું. સંભાવના છે કે હવે પાકિસ્તાનને ડાર્ક ગ્રે લિસ્ટમાં રાખી શકાય છે. પાકિસ્તાન આતંકવાદ વિરુદ્વ કાર્યવાહીને લઇને એક ડોઝિયર શુક્રવારે FATF ને સોંપશે. ત્યારબાદ FATF તરફથી પાકિસ્તાન પર નિર્ણય લેવાશે.

પાકિસ્તાનના બ્લેકલિસ્ટ થવા પર FATFની બેઠકમાં આ સપ્તાહ દરમિયાન જ નિર્ણય લેવાશે. પાકિસ્તાન આ બેઠકમાં FATFને ડોઝિયર સોંપીને બતાવશે કે તેઓએ આતંકવાદ વિરુદ્વ શું કાર્યવાહી કરી છે. તેમાં આતંકી ફંડિગ અને મની લોન્ડરિંગ વિરુદ્વ કરાયેલા કાર્યવાહી વિશે પાકિસ્તાન માહિતી આપશે.

પાકિસ્તાન વિરુદ્વ FATF મોટી કાર્યવાહી કરીને તેને ડાર્ક ગ્રે લિસ્ટમાં નાખે તેવી સંભાવના છે. એફએટીએફના નિયમોનુસાર ગ્રે અને બ્લેક લિસ્ટ વચ્ચે ડાર્ક ગ્રેની પણ શ્રેણી છે. આ પગલાં બાદ પાકિસ્તાને સુધરવું જ પડશે અન્યથા છેલ્લે તેને બ્લેકલિસ્ટમાં ધકેલી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pak on verge of being ‘dark grey listed’ as FATF deliberates in Paris

પહેલા જેટ એરવેઝમાં નોકરી ગુમાવી, પછી PMCમાં ફસાયા 90 લાખ…હાર્ટ એટેકથી થયું મોત