1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં ભૂકંપને કારણે 4ના મોત, 76 ઘાયલ
પાકિસ્તાનમાં ભૂકંપને કારણે 4ના મોત, 76 ઘાયલ

પાકિસ્તાનમાં ભૂકંપને કારણે 4ના મોત, 76 ઘાયલ

0

દેશના ઉત્તર ભાગમાં આજે બપોરે ભૂકંપના આંચકાઓને કારણે ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનનું રાવલપિંડી બતાવાઇ રહ્યું છે. પાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપને કારણે 4 લોકોના મોત થયા છે જ્યારે 76 લોકો ઘાયલ થયા છે.

PoKના મીરપુરમાં પણ જોરદાર તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પીઓકેના અનેક મકાનો અને દુકાનોમાં તીરાડ પડી ગઇ હતી. એક નહેર પણ ટૂટી હોવાની ખબર છે. પાકિસ્તાની મીડિયા અનુસાર આ ભૂકંપમાં 4 લોકોના મોત થયા છે અને 76 લોકો ઇજાગ્રસ્ત છે.

NCSના નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીના હેડ ઑફ ઑપરેશંસ જેએલ ગૌતમે કહ્યું હતું કે તેનું એપિસેન્ટર ભારત-પાકિસ્તાન સીમા પર હતું. કેન્દ્ર પાસે સૌથી વધુ નજીક શહેર પાકિસ્તાનનું રાવલપિંડી હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.