1. Home
  2. ગુજરાતી
  3. પાકની અવળચંડાઇ, કરતારપુર કૉરિડોરના ઉદ્દઘાટન માટે મનમોહન સિંહને આપી શકે આમંત્રણ, મોદીને નહીં
પાકની અવળચંડાઇ, કરતારપુર કૉરિડોરના ઉદ્દઘાટન માટે મનમોહન સિંહને આપી શકે આમંત્રણ, મોદીને નહીં

પાકની અવળચંડાઇ, કરતારપુર કૉરિડોરના ઉદ્દઘાટન માટે મનમોહન સિંહને આપી શકે આમંત્રણ, મોદીને નહીં

0
  • કરતારપુર કૉરિડોર શ્રદ્વાળુઓ માટે 9 નવેમ્બર ખુલશે
  • પાકિસ્તાને પૂર્વ PM મનમોહન સિંહને આપ્યું આમંત્રણ
  • ભારતના શિખ શ્રદ્વાળુઓ લઇ શકશે મુલાકાત

કરતારપુર કૉરિડોરના બહાને પાકિસ્તાને ફરી નાપાક ચાલ ચાલી છે. પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે તેઓ કૉરિડોરના ઉદ્દઘાટન માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપે તેવી શક્યતા છે. પાકિસ્તાન સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ નહીં આપે. ભારતીય શિખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કૉરિડોર 9 નવેમ્બરના રોજ ખુલશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી શિખ સમુદાયના એક પ્રતિનિધિમંડળે 22 સપ્ટેમ્બરના રોજ મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે કરતારપુર કૉરિડોર મામલે પગલાં માટે આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓને ગર્વ થાય છે અને સમર્થન પણ છે.

નરેન્દ્ર મોદીએ હ્યૂસ્ટનમાં શિખ, કાશ્મીરી પંડિત અને દાઉદી વ્હોરા સમુદાયના પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી હતી. શિખ સમુદાયના 50 સદસ્યીય પ્રતિનિધિમંડળે વડાપ્રધાનને સરોપા ભેટ કર્યું હતું.

હાલમાં જ ભારતે તીર્થયાત્રીઓ પાસેથી સેવા શુલ્ક લેવાની પાકિસ્તાનની માંગને ફગાવી હતી. પાકિસ્તાને કરતારપુર કૉરિડોર આવતા શ્રદ્વાળુઓ પાસેથી સેવા શુલ્ક વસૂલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે કેટલાક મુદ્દાઓ પર મતભેદને કારણે સમજૂતીને અંતિમ સ્વરૂપ નહોતુ આપી શકાયું. કરતારપુર સાહિબ ગલિયારા ભારતના ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ગુરુદ્વારાના પાકિસ્તાનના નરોવાલમાં કરતારપુર સાબિહ ગુરુદ્વારાથી જોડે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.