in , ,

‘હાઉડી મોદી’ ની સફળતા પાકને ખુંચી, કહ્યું – ફ્લોપ શો

હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની સમગ્ર વિશ્વએ સરાહના કરી હતી ત્યારે પાકિસ્તાનને આ વાત પચી ન હતી. પાકિસ્તાનના વિજ્ઞાન અને તકનીકી મંત્રી ચૌધરી ફવાદ હુસૈન આ મેગા શોથી એટલા રઘવાયા હતા કે તેને ફ્લૉપ શો કહ્યો હતો. આ પહેલો અવસર નથી જ્યારે ફવાદ ભારતની સફળતાથી રઘવાયા હોય, અગાઉ પણ તે ભારતના ચંદ્રયાન 2 મિશન પર વિવાદિત ટ્વીટ કરી ચૂક્યા છે.

શું બોલ્યા ફવાદ
ભારત વિરુદ્વ પોતાની વિવાદિત બોલીને કારણે ચર્ચામાં રહેતા ફવાદ હુસૈને ફરી એક વખત હાઉડી મોદી કાર્યક્રમને લઇને ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં તેનો રોષ જોઇ શકાતો હતો. તેમણે ટ્વીટ કરી કે મોદી જનતાનો ખરાબ શો. લાખો રૂપિયાના ખર્ચ બાદ આ લોકો માત્ર અમેરિકા, કેનેડા તેમજ અન્ય જગ્યાએથી લોકોને એકત્ર કરી શકે છે. પરંતુ આ દર્શાવે છે કે પૈસાથી બધુ ખરીદી નથી શકાતું. તે સાથે જ તેમણે #ModiInHouston હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. અગાઉ પણ ફવાદે ચંદ્રયાન 2 પર વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદના કાલુપુરમાં મકાનની દિવાલ ધરાશાયીઃ એક વ્યક્તિને ઈજા

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ અપનાવશે નવી રણનીતિ