1. Home
  2. ગુજરાતી
  3. સરકારના ઇશારા પર આતંકીઓ લડી રહ્યા છે – પાકના ગૃહમંત્રીની કબૂલાત
સરકારના ઇશારા પર આતંકીઓ લડી રહ્યા છે – પાકના ગૃહમંત્રીની કબૂલાત

સરકારના ઇશારા પર આતંકીઓ લડી રહ્યા છે – પાકના ગૃહમંત્રીની કબૂલાત

0

જમ્મૂ કાશ્મીર મુદ્દે સતત ભારત પર આરોપ લગાવી રહેલું પાકિસ્તાન દુનિયાથી સાવ એકલું-અટુંલું પડી ગયું છે. પાકિસ્તાનની વાત હવે કોઇ સાંભળતું નથી તેવું ખુદ પાકના મંત્રીએ સ્વીકાર્યું છે. તે ઉપરાંત જે સાંભળી રહ્યું છે તે વિશ્વાસ નથી કરતું તેવું પણ મંત્રીએ કબુલ્યું હતું. તે ઉપરાંત પાકિસ્તાનમાં આતંકી સમૂહો સક્રિય છે તે વાતની પણ પાકિસ્તાનના ગૃહ મંત્રી એઝાઝ અહેમદ શાહે ખુદ કબૂલાત કરી હતી.

પાકિસ્તાનના આંતરિક મંત્રી (ગૃહ મંત્રી) બ્રિગેડિયર અજાજ અહમદ શાહે એક ઇન્ટરવ્યૂમાં આ બાબતોનો ખુલાસો કર્યો છે. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં જેટલા પણ ટેરર આઉટફિટ્સ છે તેને મુખ્ય ધારામાં લેવાશે અને તેઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે.

એજાજ અહમદ શાહે કહ્યું કે જમ્મૂ કાશ્મીર મુદ્દે લોકો અમારી વાત પર વિશ્વાસ નથી કરતા, અમે કહીએ છીએ કે ભારતે કાશ્મીરમાં કફર્યૂ લગાવ્યું છે અને ત્યાં અત્યાચાર કરાઇ રહ્યો છે. પરંતુ કોઇ અમારી વાત માનવા તૈયાર નથી અને દરેક ભારતની વાત પર વિશ્વાસ કરી રહ્યું છે.

પાકિસ્તાની મંત્રીએ કહ્યું હતું કે અમારા દેશની વાત સાંભળવા માટે કોઇ તૈયાર નથી. આ એક દિવસનું કામ નથી. દેશ પર રાજ કરનારા લોકોએ છબી બગાડી છે. અત્યારસુધી જેમણે પણ દેશ પર સત્તા ચલાવી છે તેઓ પાકિસ્તાનની છબી બગાડવાના આરોપી છે.

આ માટે જનરલ ઝિયા ઉલ હક, પરવેઝ મુશર્રફથી લઇને ઇમરાન ખાન સુધી દરેક સત્તાધારી જવાબદાર છે.

તે ઉપરાંત ઇમરાન ખાનના મંત્રીએ મોસ્ટ વોંટેડ આતંકી હાફિઝ સઇદને પણ સાહેબ કહીને બોલાવ્યા અને કહ્યું કે હાફિઝ સઇદે પાકિસ્તાન વિરુદ્વ કોઇ કામ નથી કર્યું. હાફિઝ સઇદને લડાઇ લડવા માટે ઊભો કરાયો હતો પરંતુ હવે તેને કાબૂમાં કરવાની જરૂરિયાત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.