1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાને ફરી દોહરાવી નાપાક હરકતો. ભારત માટે ફરી બંધ કર્યું એરસ્પેસ
પાકિસ્તાને ફરી દોહરાવી નાપાક હરકતો. ભારત માટે ફરી બંધ કર્યું એરસ્પેસ

પાકિસ્તાને ફરી દોહરાવી નાપાક હરકતો. ભારત માટે ફરી બંધ કર્યું એરસ્પેસ

0
  • જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું અક્કડ વલણ
  • ભારત-અફઘાનિસ્તાન વેપાર માટેનો પાકિસ્તાની જમીન માર્ગ કરશે બંધ
  • અગાઉ પણ એરસ્પેસ કરી ચૂક્યું છે બંધ

કાશ્મીર મુદ્દે સમગ્ર દુનિયામાંથી ફટકાર બાદ પણ પાકિસ્તાન તેની નાપાક હરકતો કરી રહ્યું છે. પાકિસ્તાને કરાચી એરસ્પેસને 31 ઑગસ્ટ સુધી આંશિક રૂપથી બંધ કરી દીધુ છે. પાકિસ્તાનના મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કહ્યું હતું કે ઇમરાન સરકાર ભારત માટે તેનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ બેઠકમાં ભારત માટે એરસ્પેસ બંધ કરવાનો અને અફઘાનિસ્તાન સાથે ભારતના વેપાર માટે પાકિસ્તાની જમીન માર્ગના ઉપયોગ પર રોક લગાવવાનો નિર્ણય લેવાયો હતો.

તેમણે ટ્વીટ કરી કે વડાપ્રધાન ભારત માટે એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરવાનું વિચારી રહ્યા છે, તે ઉપરાંત અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે થતા વેપાર માટે ઉપયોગ કરાતો પાકિસ્તાની જમીન માર્ગના ઉપયોગ પર પણ રોક લગાવાનું સૂચન છે. આ નિર્ણય પર કાનૂની ઔપચારિક્તા વિશે ચર્ચા થઇ રહી છે, મોદીએ શરૂ કર્યું છે, અમે તેને ખત્મ કરીશું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.