1. Home
  2. ગુજરાતી
  3. 370 પર પાકિસ્તાની સંસદમાં સાંસદો બાખડ્યા – એકબીજાને મુર્ખ-શ્વાન કહ્યા
370 પર પાકિસ્તાની સંસદમાં સાંસદો બાખડ્યા – એકબીજાને મુર્ખ-શ્વાન કહ્યા

370 પર પાકિસ્તાની સંસદમાં સાંસદો બાખડ્યા – એકબીજાને મુર્ખ-શ્વાન કહ્યા

0

પાકિસ્તાનની સંસદમાં કલમ 370 પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ હતી. હકીકતમાં ચર્ચા દરમિયાન પાકિસ્તાનના વીપક્ષી દળ મુસ્લિમ લીગ-નવાઝના સેનેટર મુશાહિદુલ્લા ખાન અને વિજ્ઞાન તેમજ ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સંસદના સ્પીકર અસદ કૈસરની સાથે કાર્યવાહીની અધ્યક્ષતા કરનાર સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાનીએ આ વચ્ચે હસ્તક્ષેપ કરીને ગેરબંધારણીય શબ્દોને પાછા લેવાનો આદેશ અપાયો હતો.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા તેમજ સેનેટર ખાન એ ટેલીવિઝન સત્ર દરમિયાન વરિષ્ઠ વિપક્ષી સાંસદના ભાષણમાં દખલગીરી કર્યા બાદ તેને નામ લઇને સંબોધિત કર્યા હતા.

સંધીય મંત્રીને ‘ડબ્બૂ/મૂર્ખ’ ના રૂપમાં સંબોધિત કર્યા હતા, ત્યારબાદ તેમણે PMLN ના નેતા પર અપશબ્દોનો વરસાદ કર્યો હતો. ખાન એ અપમાનજનક ટિપ્પણી કરતા ફવાદને શ્વાન કહીને કહ્યું હતું કે, “મે તને ઘરે બાંધ્યો હતો અને તું અહીંયા છે. શું કોઇ તેને ચુપ કરાવી શકે છે? તેઓને બીજાનું સમ્માન કરવાનું શીખવામાં વધુ સમય લાગશે.”

તેના પ્રત્યુત્તર પર આકરા પ્રહારો કરતા ચૌધરીએ પણ તેને પછાડવાની કોશિશ કરી હતી, પરંતુ અન્ય સાંસદોએ હસ્તક્ષેપ કરીને તેઓને પરત બોલાવ્યા અને મામલાને થાળે પાડ્યો હતો.

નોંધનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણય બાદ ચર્ચા માટે પાકિસ્તાનમાં સત્ર બોલાવાયું હતું. ભારત એ જમ્મૂ-કાશ્મીર રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.