1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન: કરતારપુર આવતા તીર્થયાત્રીઓએ આપવું પડશે 20 US ડૉલરનું સુવિધા શુલ્ક
પાકિસ્તાન: કરતારપુર આવતા તીર્થયાત્રીઓએ આપવું પડશે 20 US ડૉલરનું સુવિધા શુલ્ક

પાકિસ્તાન: કરતારપુર આવતા તીર્થયાત્રીઓએ આપવું પડશે 20 US ડૉલરનું સુવિધા શુલ્ક

0
  • પાકિસ્તાન કરતારપુર આવતા શ્રદ્વાળુઓ પાસેથી સુવિધા શુલ્ક લેશે
  • આ સુવિધા શુલ્ક રહેશે, પ્રવેશ શુલ્ક નહીં રહે

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉક્ટર મોહમ્મદ ફેઝલે કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર કરતારપુર કૉરિડોરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ પાસેથી સુવિધા શુલ્કની વસૂલાત કરશે. આ રકમ 20 યૂએસ ડૉલરની આસપાસ રહેશે. પાકિસ્તાને ભારત સામે પહેલા પણ ત્રીજા ચરણની બેઠક દરમિયાન આ માંગ રાખી હતી.

પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી તે સર્વિસ ફીસ તરીકે ગણાશે, પ્રવેશ શુલ્ક તરીકે નહીં ગણાય. મનાઇ રહ્યું છે કે આ સુવિધા શુલ્ક પાણી, દવા અને અન્ય સુવિધાઓ માટે લેવાઇ રહી છે. પાકિસ્તાન શ્રદ્વાળુઓ માટે પ્રસાદ અને લંગર માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા માટે હાલમાં જ સહમત થયું હતું. બન્ને દેશ યાત્રીકોને સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ માહોલ સુનિશ્વિત કરવા માટે સહમત છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છત્તાં કરતારપુર કૉરિડોર પર બન્ને દેશો એકજુટ થઇને કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં કરતારપુર કૉરિડોર શ્રદ્વાળુઓ માટે ખોલાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.