1. Home
  2. ગુજરાતી
  3. UNGAમાં ઇમરાન ખાને ફરી પરમાણુ હુમલાની આપી ધમકી, કાશ્મીર રાગ આલાપ્યો
UNGAમાં ઇમરાન ખાને ફરી પરમાણુ હુમલાની આપી ધમકી, કાશ્મીર રાગ આલાપ્યો

UNGAમાં ઇમરાન ખાને ફરી પરમાણુ હુમલાની આપી ધમકી, કાશ્મીર રાગ આલાપ્યો

0
  • UNGA ના 74માં સત્રમાં પાક PM ઇમરાન ખાને આપ્યું સંબોધન
  • ફરી કાશ્મીર રાગ આલાપ્યો અને ભારત પર કર્યા પ્રહાર
  • ઇસ્લામોફોબિયાથી લઇને હિજાબ પર આપ્યું ઉન્માદી ભાષણ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 74મું સત્ર સંબોધિત કર્યું હતું. ઇમરાન ખાનનું સંબોધન પીએમ નરેન્દ્ર મોદીના સંબોધન બાદ થયું હતું. પીએમ મોદી પહેલા મોરેશિયસના રાષ્ટ્રપતિ, ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ અને લિસોથોના વડાપ્રધાને સત્ર સંબોધિત કર્યું હતું. પાક પીએમ ઇમરાન ખાનનું સંબોધન સાતમાં નંબર પર હતું. ઇમરાન ખાન તેના સંબોધન દરમિયાન કાશ્મીરનો રાગ આલાપી રહ્યા હતા અને પરમાણુ બોમ્બની પણ ધમકી આપી હતી.

વાંચો ઇસ્લામોફોબિયાથી લઇને હિજાબ સુધી શું કહ્યું પાક પીએમ ઇમરાન ખાને

UNGAમાં પોતાના સંબોધન દરમિયાન ઇમરાન ખાને સૌથી વધુ ઇસ્લામ-ઇસ્લામોફોબિયા શબ્દનો ઉપયોગ કર્યો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને 71 વાર મુસ્લિમ, ઇસ્લામ અને ઇસ્લામોફોબિયા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જ્યારે 28 વાર આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ઇમરાન ખાનના ભાષણમાં પાકિસ્તાન અને કાશ્મીર શબ્દનો 25 વાર પ્રયોગ થયો હતો. જ્યારે ભારત શબ્દનો ઉપયોગ 17 વાર કર્યો હતો. તે ઉપરાંત ઇમરાન ખાને 14 વાર મની, 11 વાર 9/11 હુમલો, 12 વાર મોદી, 12 વાર RSS, 8 વાર યુએન, 6 વાર અફઘાનિસ્તાન, 6 વાર હિંદુ, 6 વાર લઘુમતી, 10 વાર માનવાધિકાર, 6 વાર વોટર અને ગ્લેશિયર, 5 વાર કફર્યૂ, 5 વાર ખૂનખરાબી, 2 વાર શાંતિ, 3 વાર યુદ્વ, 2 વાર પરમાણુ બોમ્બ, 2 વાર બલોચિસ્તાન, બે વાર પુલવામા, એક વાર રોહિંગ્યા મુસ્લિમ, 1 વાર અભિનંદન, 1 વાર બાલાકોટ, 1 વાર કુલભૂષણ જાધવ સહિતના અન્ય શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

ઇમરાન ખાને ફરી પરમાણુ હુમલાની ધમકી આપી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન પાક પીએમ ઇમરાન ખાને એક વાર ફરી પરમાણુ બોમ્બની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો બે પાડોશી દેશ વચ્ચે પરમાણુ યુદ્વ છેડાય છે તો તેની અસર દુનિયાભરમાં થશે.

UN ને ઇમરાનની ધમકી – યાદ કરો શા માટે બન્યા હતા
ઇમરાન ખાને કહ્યું કે મુસ્લિમો સાથે અન્યાય થઇ રહ્યો છે, જેને લઇને તેઓ હથિયાર ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન ઇમરાને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ યાદ કરવું જોઇએ કે તેનું ગઠન શા માટે થયું હતું?

કાશ્મીર પર ઇમરાન ખાનના બોલ બગડ્યા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ઇમરાન ખાને કાશ્મીર મુદ્દાનો રાગ ફરી આલાપ્યો હતો. કલમ 370 હટાવવાથી અકળાયેલા ઇમરાન ખાને કહ્યું હતું કે કાશ્મીરમાં કફર્યૂ હટતા જ ખુનખરાબી થશે.

ઇમરાને કાશ્મીર રાગ આલાપ્યો અને RSS પર નિશાન સાધ્યું
ઇમરાન ખાને ભારત પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ભારતના પીએમ એ ચૂંટણી પ્રચાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્વ નિવેદનબાજી કરી હતી. આ દરમિયના ઇમરાને કાશ્મીર રાગ આલાપ્યો હતો. આરએસએસ પર પણ નિશાન સાધ્યું હતું.

આંતરરાષ્ટ્રી સંગઠન મની લોન્ડરિંગ વિરુદ્વ સખ્ત થાય
યૂએનમાં ઇમરાને કહ્યું કે વિકસિત દેશ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ મની લોન્ડરિંગ વિરુદ્વ સખ્ત થાય. તેથી ગરીબ દેશોના નાગરિકો પર ખર્ચ થનારા પૈસા ટેક્સ હેવન દેશોમાં ના જાય. સૌથી વધુ ફિયાયીન હુમલાઓ તામિલ ટાઇગર્સે કર્યા, તેઓ હિંદુ હતા, પરંતુ હિંદુઓને કોઇ દોષ નથી આપતું.

9/11 આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ નથી
યૂએનમાં ઇમરાન ખાને કહ્યું હતું કે 9/11માં કોઇ પણ પાકિસ્તાની સામેલ ન હતો, પરંતુ અફઘાનિસ્તાન યુદ્વમાં હજારો પાકિસ્તાની તેના શિકાર થયા. તાલિબાન અને અલકાયદા પાકિસ્તાનમાં નથી, પરંતુ અફઘાનિસ્તાનમાં છે. ઇસ્લામોફોબિયાને કારણે મુસ્લિમો દુખી છે. 9/11 હુમલા બાદ પશ્વિમી દેશોના નેતાઓએ ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપ્યું છે.

આતંકવાદને કોઇ ધર્મથી નાતો નથી – ઇમરાન ખાન
સંયુક્ત રાષ્ટ્રમાં ઇમરાન ખાને કહ્યું હતું કે આતંકવાદથી કોઇ ધર્મને નાતો નથી. પરંતુ મુસ્લિમો જ્યારે બીજા દેશમાં જાય છે ત્યારે તેના પર શક કરવામાં આવે છે.

હિજાબ પહેરવા માત્રથી શકની નજરે જોવામાં આવે છે
ઇમરાને કહ્યું હતું કે જ્યાં સુધી ટેક્સ હેવન દેશોને મંજૂરી અપાતી રહેશે, ત્યાં સુધી વિકાસશીલ દેશોનો પૈસો ખપાતો રહેશે. 9/11 હુમલા બાદ સમગ્ર દુનિયામાં ઇસ્લામોફોબિયાની એવી અસર છે કે હિજાબ પહેરવા માત્રથી શકની નજરેથી લોકો જુએ છે. હિજાબને પણ હથિયાર મનાય છે. 9/11ના હુમલા બાદ ઇસ્લામને નિશાન બનાવાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.