1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIDEO: પાકિસ્તાની પોલીસનો PoKમાં અત્યાચાર, લાઠીચાર્જમાં 2નાં મોત, અનેક ઘાયલ
જુઓ VIDEO: પાકિસ્તાની પોલીસનો PoKમાં અત્યાચાર, લાઠીચાર્જમાં 2નાં મોત, અનેક ઘાયલ

જુઓ VIDEO: પાકિસ્તાની પોલીસનો PoKમાં અત્યાચાર, લાઠીચાર્જમાં 2નાં મોત, અનેક ઘાયલ

0

પાકિસ્તાન હંમેશા કાશ્મીર મુદ્દે પોતાની છાતી કુટે છે પરંતુ હકીકતમાં તેઓને કાશ્મીર અથવા કાશ્મીરીઓ સાથે કોઇ લેવાદેવા નથી. એ તો છોડો, પાકિસ્તાને તો PoKના લોકોને પણ યોગ્ય રીતે નથી અપનાવ્યા અને તેની તરફ સતત જુલમ કરી રહ્યા છે.

જો એવું ના હોત, તો PoKના મુઝફ્ફરાબાદમાં પોલીસ લાઠીચાર્જમાં બે લોકોના મોત ના થયા હોત અને અનેક લોકો પણ ઘાયલ ના થયા હોત. પરંતુ અફસોસ એવું થયું છે. પીઓકેના મુઝઝફરાબાદમાં પોલિસના લાઠીચાર્જમાં બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

હકીકતમાં, અહીંયા ઑલ ઇન્ડિપેન્ડન્સ પાર્ટીઝ એલાયન્સના બેનર હેઠળ અનેક રાજકીય દળોની રેલી થઇ રહી હતી. આ દરમિયાન, પોલીસે ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસના આ જુલમને કારણે બે લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.