1. Home
  2. ગુજરાતી
  3. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઝટકો લાગવા છતાં પાક રાષ્ટ્રપતિએ સંસદમાં સરકારની પીઠ થાબડી
સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઝટકો લાગવા છતાં પાક રાષ્ટ્રપતિએ સંસદમાં સરકારની પીઠ થાબડી

સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઝટકો લાગવા છતાં પાક રાષ્ટ્રપતિએ સંસદમાં સરકારની પીઠ થાબડી

0

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પાકિસ્તાની સાંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે વિપક્ષી દળોના વિરોધથી બચવા માટે પાક રાષ્ટ્રપતિએ કાશ્મીરનો રાગ આલાપ્યો હતો. જો કે તેની આ ચાલ નિષ્ફળ રહી હતી. તેમણે કહ્યું કે પાક સરકારે જમ્મૂ કાશ્મીર પરના ભારતના નિર્ણયનો વિરોધ કર્યો અને સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે પાકની ઇમરાન સરકારના પ્રયાસોને કારણે જ 50 વર્ષ પછી કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચા થઇ હતી. જો કે ભારતે તેનો વિરોધ કર્યો હતો. આપને જણાવી દઇએ કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ચીનથી મળીને કાશ્મીર મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી હતીં પરંતુ ત્યાં પણ તેમને નિષ્ફળતા સાંપડી હતી.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમરાન ખાન સરકારની પીઠ થાબડી રહ્યા છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાનની વિપક્ષ પાર્ટીઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન પાક રાષ્ટ્રપતિએ RSS પર નિશાન સાધ્યું હતું. પરંતુ તેમની આ રણનીતિ પર પણ પાણી ફરી વળતા વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું હતું. તેમણે કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીના હિન્દુસ્તાનને RSS બદલી રહ્યું છે. જો કે તેમ છત્તાં વિરોધી પક્ષોએ વિરોધ ચાલુ રાખ્યો હતો.

નોંધનીય છે છેલ્લા કેટલાક સમયથી અકળાયેલું પાકિસ્તાન સતત ભારત વિરુદ્વ તેની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. એ માટે તે જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાના પણ પ્રયાસો કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.