1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન ધર્મ પરિવર્તન મામલો: પરિવાર પાસે પહોંચી શિખ યુવતી, 8 લોકોની ધરપકડ
પાકિસ્તાન ધર્મ પરિવર્તન મામલો: પરિવાર પાસે પહોંચી શિખ યુવતી, 8 લોકોની ધરપકડ

પાકિસ્તાન ધર્મ પરિવર્તન મામલો: પરિવાર પાસે પહોંચી શિખ યુવતી, 8 લોકોની ધરપકડ

0
  • પાકિસ્તાનમાં યુવતીનું અપહરણ-ધર્મપરિવર્તનનો મામલો
  • આ મામલે 8 લોકોની કરાઇ ધરપકડ
  • પંજાબ CM એ કાર્યવાહી કરવા માટે પાક પીએમને કરી હતી વાત

પાકિસ્તાનના નનકાના સાહેબમાં શીખ યુવતીનું અપહરણ અને ધર્મ પરિવર્તનનો મામલો ભારતમાં ખૂબજ ચગ્યો છે. આ મામલે હવે પાકિસ્તાન પર સતત દબાણ વધી રહ્યું છે. આ મામલે કાર્યવાહી કરતા પીડિત શિખ યુવતીને હવે તેના પિતા પાસે મોકલાઇ છે. પંજાબના નનકાના સાહેબ પાસેથી આ મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં શિખ યુવતીના ધર્મ પરિવર્તનને લઇને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે પાકિસ્તાનમાં શિખ યુવતીનું અપહરણ અને ધર્મ પરિવર્તનની ઘટના ખૂબજ ચોંકાવનારી છે. આ મામલે અપરાધીઓ વિરુદ્વ કાર્યવાહી કરવા માટે તેમણે પાકિસ્તાની પીએમ સાથે વાતચીત કરી હતી.

પહેલા ખબર હત કે પાકિસ્તાનમાં યુવતીનું અપહરણ કરાયું હતું અને બાદમાં તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હતું. યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ધર્મ પરિવર્તન બાદ તેના મુસ્લિમ યુવક સાથે જ લગ્ન કરાવી દીધા હતા. સોશિયલ મીડિયામાં યુવતીના લગ્નનો વીડિયો પણ વાયરલ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.