1. Home
  2. ગુજરાતી
  3. કરતારપુર પર પાકિસ્તાનની પલટી, શ્રદ્વાળુઓ માટે પાસપોર્ટને કર્યો અનિવાર્ય
કરતારપુર પર પાકિસ્તાનની પલટી, શ્રદ્વાળુઓ માટે પાસપોર્ટને કર્યો અનિવાર્ય

કરતારપુર પર પાકિસ્તાનની પલટી, શ્રદ્વાળુઓ માટે પાસપોર્ટને કર્યો અનિવાર્ય

0

કરતારપુર કૉરિડોર પર પાકિસ્તાન સરકારે યૂટર્ન લેતા શ્રદ્વાળુઓ માટે પાસપોર્ટ અનિવાર્ય કર્યો છે. કેટલાક દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શ્રદ્વાળુઓને મોટી રાહત આપવાનું એલાન કર્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે કરતારપુર કૉરિડોરની મુલાકાત લેનારા શ્રદ્વાળુઓને પાસપોર્ટની આવશ્યકતા નહીં રહે અને તેઓને 10 દિવસ પહેલા રજિસ્ટ્રેશનમાં પણ છૂટ અપાઇ છે.

નોંધનીય છે કે બે દિવસ પહેલા જ ભારતે પાકિસ્તાનને પૂછ્યું હતું કે કરતારપુર કૉરિડોર માટે પાસપોર્ટની આવશ્યકતા છે કે નહીં?, ભારતની પ્રતિક્રિયાનો જવાબ આપતા પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી કે કરતારપુર કૉરિડોરની મુલાકાત કરતા શ્રદ્વાળુઓ માટે પાસપોર્ટ અનિવાર્ય રહેશે.

કરતારપુર કૉરિડોર પર પાકિસ્તાનના બદલતા વલણને જોઇને ભારતીય સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓ સંપૂર્ણપણે સતર્ક છે. પાકિસ્તાનનું લક્ષ્ય અલગતાવાદને પ્રેરવું છે. 9 નવેમ્બરના રોજ કરતારપુર કૉરિડોરનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT