1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIDEO: ભારતને યુદ્વની ધમકી આપનાર પાકિસ્તાનમાં આ રીતે પોલિસ સાઇકલ પર કરે છે પેટ્રોલિંગ
જુઓ VIDEO: ભારતને યુદ્વની ધમકી આપનાર પાકિસ્તાનમાં આ રીતે પોલિસ સાઇકલ પર કરે છે પેટ્રોલિંગ

જુઓ VIDEO: ભારતને યુદ્વની ધમકી આપનાર પાકિસ્તાનમાં આ રીતે પોલિસ સાઇકલ પર કરે છે પેટ્રોલિંગ

0
  • પાકિસ્તાનના અર્થતંત્રની બદતર હાલત
  • ઇમરાન ખાનના કાર્યાલયને પણ વીજળી બિલ ના ભરાતા ફટકારાઇ નોટિસ
  • પોલિસ પણ સાઇકલ પર પેટ્રોલિંગ કરવા મજબૂર

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 ખતમ થયા બાદ અકળાયેલું પાકિસ્તાન અનેકવાર ભારતને યુદ્વની ધમકી આપી રહ્યું છે અને તેને લઇને ગુરુવારે ગઝનવી મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતું. ભારતને યુદ્વની ધમકી આપના ખુદ પાકિસ્તાનની આર્થિક હાલત બદતર થઇ ચૂકી છે. લોકોને ખાવાના પણ ફાંફા છે. આર્થિક રીતે પાક એટલું કંગાળ થઇ ગયું છે કે ખુદ પ્રધાનમંત્રી કાર્યાલયને પણ વીજળી બિલ ના ભરવાને કારણે કનેકશન કાપવાની નોટિસ ફટકારાઇ છે. બીજી તરફ ખુદ ત્યાંની પોલિસ પણ ગાડીને બદલે સાઇકલ ચલાવીને પેટ્રોલિંગ કરી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હકીકતમાં, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર પત્રકાર, લેખક અને જાણીતા બલોચ નેચા તારેક ફતેહએ તેના ટ્વીટર એકાઉન્ટ પરથી એક વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક પોલિસ વાળો વર્દીમાં રાતના સમયે સાઇકલ પર પેટ્રોલિંગ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સાઇકલ પર પોલિસની બાઇક કે જિપ્સીની જેમ લાલ-લીલી લાઇટ અને સાયરન પણ લાગેલું છે. પેડલ મારતો પોલિસકર્મી કોઇ ભીડભાડ ધરાવતા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો જોઇ શકાય છે. જો કે વીડિયો ક્યારનો છે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી.

તારેક ફતેહે વીડિયો સાથે કમેન્ટ કરી છે કે Pakistani cops on economy drive! અર્થાત પાકિસ્તાનની બદતર અર્થવ્યવસ્થાને કારણે પોલિસ આ રીતે પેટ્રોલિંગ કરવા માટે મજબૂર છે. તારેક ફતેહ પાકિસ્તાનને તેની વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવવા અને તેના હાલત પર મેણાટોણા માટે પ્રખ્યાત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.