1. Home
  2. ગુજરાતી
  3. કુલભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયના 12 દિવસ બાદ મળશે કૉન્સ્યુલર એક્સેસ
કુલભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયના 12 દિવસ બાદ મળશે કૉન્સ્યુલર એક્સેસ

કુલભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયના 12 દિવસ બાદ મળશે કૉન્સ્યુલર એક્સેસ

0

કુલભૂષણ જાધવને શુક્રવારના રોજ ન્યાય મળે તે માટે પહેલુ કદમ ઉઠાવાશે. જી હા, પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન જાધવને કૉન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવશે. કેટલાક દિવસ અગાઉ જ ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયનું પાલન કરતા જાધવને કૉન્સ્યુલર એક્સેસ આપવા કહ્યું હતું.

પાકિસ્તાનના પ્રસ્તાવનું મૂલ્યાંકન
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા મોકલાયેલા પ્રસ્તાવનું મૂલ્યાંકન થઇ રહ્યું છે. અમે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર પાકિસ્તાનના પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અમે સમયાંતરે રાજનૈતિક માધ્યમથી પ્રતિક્રિયા આપીશું.

જણાવી દઇએ કે ભારતીય નૌ સેનાના સેવાનિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017 માં પાકિસ્તાની અદાલતે મોતની સજા સંભળાવી હતી. આ નિર્ણયના વિરુદ્વમાં ભારતે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના દ્વાર ખખડાવ્યા હતા. આઇસીજેએ જાધવની સજા પર રોક લગાવી હતી.

આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતીય પક્ષમાં નિર્ણય આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવની મોતની સજા પર રોક લગાવતા પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે તે જાધવની મોતની સજા પર પુર્નવિચાર કરે અને તેને કૉન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.