1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનને ફરી ભારતને આપી યુદ્વની ધમકી – વિદેશ મંત્રી કુરેશી બોલ્યા – યુદ્વ માટે પાક તૈયાર
પાકિસ્તાનને ફરી ભારતને આપી યુદ્વની ધમકી – વિદેશ મંત્રી કુરેશી બોલ્યા – યુદ્વ માટે પાક તૈયાર

પાકિસ્તાનને ફરી ભારતને આપી યુદ્વની ધમકી – વિદેશ મંત્રી કુરેશી બોલ્યા – યુદ્વ માટે પાક તૈયાર

0

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન ખૂબજ અકળાયું છે. પાકિસ્તાન સતત રોષે ભરાઇને ભારત વિરુદ્વ પ્રતિક્રિયા આપી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ એકલું પડી ગયા બાદ પાકિસ્તાન સતત ભારત વિરુદ્વ યુદ્વની ચિમકી ઉચ્ચારી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ એકવાર ફરી ભારતને યુદ્વની ધમકી આપતા કહ્યું હતું કે પાકિસ્તાન યુદ્વ માટે તૈયાર છે.

કુરૈશીની યુદ્વની ધમકી
પ્રાપ્ત વિગતો અનુસાર, ઇસ્લામાબાદમાં કાશ્મીર પર આયોજીત એક સેમિનારમાં કુરૈશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારની રક્ષા માટે કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે. ભારતે કાશ્મીરમાંથી ગેરકાયદેસર રીતે કલમ 370 હટાવીને ત્યાં તણાવનું સર્જન કર્યું છે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે અને અમે તેના માટે તૈયાર છીએ.

પાકિસ્તાન પડ્યું એકલું
કુરૈશીએ ઉમેર્યું હતું કે આગામી મહિને તેઓ આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ ઉઠાવશે. જણાવી દઇએ કે પાકિસ્તાનને કલમ 370 મુદ્દે દરેક તરફથી ઝટકો લાગ્યો છે. અમેરિકાએ પણ આ મામલે ભારતને સાથ આપ્યો છે.

ઇમરાનખાનની ધમકી
અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ ભારત વિરુદ્વ યુદ્વની ધમકી આપી હતી. તેમણે એક અખબાર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ ભારત સાથે વાતચીત કરવા તૈયાર નથી. ઇમરાન ખાને ચિમકી ઉચ્ચારી હતી કે જો ભારત પાક વિરુદ્વ સૈન્ય કાર્યવાહી કરશે તો પાકિસ્તાન જવાબ આપવા માટે મજબૂર થશે.



LEAVE YOUR COMMENT

Your email address will not be published.