1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન માટે નવો પડકાર, શું આર્મી પ્રમુખ બાજવા એક નાસ્તિક છે?
પાકિસ્તાન માટે નવો પડકાર, શું આર્મી પ્રમુખ બાજવા એક નાસ્તિક છે?

પાકિસ્તાન માટે નવો પડકાર, શું આર્મી પ્રમુખ બાજવા એક નાસ્તિક છે?

0
  • પૂર્વ આર્મી અધિકારીએ પેશાવર હાઇકોર્ટમાં પિટીશન ફાઇલ કરી
  • બાજવા અહમદીયા હોવાથી તેના કાર્યકાળને નાબુદ કરવાની કરી અરજી

નવી દિલ્હી: શું પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા એક કાદિયાની/અહમદીયા છે કે પછી ઇસ્લામાબાદની અધિકૃત પરિભાષામાં નાસ્તિક છે?

શું તે એક બિનમુસ્લિમ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવા છે જે હજુ આગામી ત્રણ વર્ષ સુધી આર્મી ચીફનો કાર્યભાર સંભાળશે.

આ જ સવાલને રજૂ કરીને પાકિસ્તાનના એક નિવૃત્ત આર્મી અધિકારીએ પેશાવર હાઇકોર્ટમાં અરજી કરીને જનરલ બાજવાની દરેક પ્રકારના પદ પરથી હકાલપટ્ટી કરવાની માંગ કરી છે.

શુક્રવારે રજૂ થયેલા મીડિયા રિપોર્ટ પ્રમાણે પૂર્વ આર્મી મેજર ખાલિદ શાહે કોર્ટમાં અરજી દાખલ કરીને જનરલ બાજવા કાદિયાની સમુદાયના હોવાનો આરોપ લગાવ્યો હતો. અમહદીયાસ તરીકે ઓળખાતા કાદિયાનીસ સમુદાયને ઇસ્લામના દરેક સંપ્રદાય દ્વારા બિનમુસ્લિમ સમુદાયનો કરાર આપવામાં આવ્યો છે.

પાકિસ્તાનના બંધારણ પ્રમાણે કોઇપણ બિનમુસ્લિમ વ્યક્તિને પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે નિયુક્ત કરી શકાય નહીં.

ગુરુવારે પાકિસ્તાની સરકારે તેને શ્રેષ્ઠ આર્મી ચીફ ગણાવીને તેના કાર્યકાળને વધાર્યો હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

અરજદારે તેમના પૂર્વ સહયોગી લ્યૂટનન્ટ જનરલ રિઝવાન અખ્તર પર (ISIના પૂર્વ ડાયરેક્ટર જનરલ) આરોપ લગાવ્યા હતા કે તેઓએ પાકિસ્તાન સરકારથી જનરલ બાજવા બિનમુસ્લિમ હોવાની વાત છૂપાવી હતી અને તેમના વિરુદ્વ પણ અરજી દાખલ કરી હતી.

તેમણે આર્મી ચીફના કાર્યકાળના વધારાને ગેરકાયદેસર અને અમાન્ય ગણાવ્યું હતું.

ઑગસ્ટ માસમાં ઇમરાન ખાન સરકારે જનરલ બાજવાનો કાર્યકાળ વધુ 3 વર્ષ માટે વધાર્યો હતો.
અગાઉ જનરલ બાજવાએ જનરલ હેડક્વાર્ટરના ટ્રેનિંગ અને ઇવેલ્યુએશન વિભાગમાં ઇન્સપેક્ટર જનરલ તરીકે પણ ફરજ બજાવી છે.

બ્રિગેડિયર તરીકે બાજવાએ એક્સ કોર્પ્સના ચીફ ઑફ સ્ટાફ તરીકે કાર્યકાળ નિભાવ્યો છે અને ઉત્તર વિસ્તારના કમાન્ડર તરીકે પણ ફરજ નિભાવી છે.

ખુદને મોહમ્મદ પેંગબરના વારસ ગણતા મિર્ઝા ગુલામ અહેમદ દ્વારા વર્ષ 1889માં અહેમદીયા સંપ્રદાયની સ્થાપના કરાઇ હતી. વર્ષ 1984થી આ સમુદાયનું હેડક્વાર્ટર યુકે રહ્યું છે. પાકિસ્તાનમાં કોઇપણ અહેમદિયાને કોઇ મહત્વના પદ પર અત્યારસુધી નિયુક્ત કરવામાં આવ્યા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.