1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIDEO: કઇ રીતે IS આકા બગદાદીને મોતને ઘાટ ઉતારાયો, અમેરિકાએ જારી કર્યો વીડિયો
જુઓ VIDEO: કઇ રીતે IS આકા બગદાદીને મોતને ઘાટ ઉતારાયો, અમેરિકાએ જારી કર્યો વીડિયો

જુઓ VIDEO: કઇ રીતે IS આકા બગદાદીને મોતને ઘાટ ઉતારાયો, અમેરિકાએ જારી કર્યો વીડિયો

0

દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી અને ઇસ્લામિક સ્ટેટના આકા અબુ બકર અલ-બગદાદી (Abu Bakr al Baghdadi) ને શનિવારે અમેરિકી સેનાએ મોતને ઘાટ ઉતાર્યો હતો. હવે અમેરિકાએ આ ઑપરેશનનો વીડિયો અને ફોટોગ્રાફ જારી કર્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અમેરિકાના સ્પેશિયલ ફોર્સે વ્યૂહાત્મક અને સુનિયોજિત રીતે બગદાદીના ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ ઑપરેશન બે કલાક ચાલ્યું હતું.

શું છે આ વીડિયોમાં
આ વીડિયો ડ્રોન કેમેરાથી રેકૉર્ડ કરાયો છે. અહીંયા એ ઠેકાણુ સ્પષ્ટપણે જોઇ શકાય છે જ્યાં બગદાદી છુપાયો હતો. અમેરિકી એરક્રાફ્ટ આ ઠેકાણા પર પહોંચતા જ તેના પર હુમલો કરે છે. અમેરિકી સૈનિકો લોકોને બહાર આવી જવા માટે અપીલ કરે છે અને થોડાક સમયમાં જ અમેરિકી સૈનિકો સંપૂર્ણ વિસ્તારમાં નાકાબંધી કરે છે. ત્યારબાદ બગદાદીએ પોતાને જ ઉડાડી દીધો હતો. આ દરમિયાન બે બાળકોના મોત થયા હતા. થોડીવાર બાદ બગદાદીનો ડીએનએ ટેસ્ટ પણ કરાયો હતો. અમેરિકી કમાંડર જનરલ ફ્રેંકે કહ્યું હતું કે બગદાદીનું ડીએનએ સેમ્પલ ઇરાકના કેંપ બુકામાં કસ્ટડી દરમિયાન 2004માં લેવાયું હતું. ત્યારબાદ F-15 વિમાનથી આ ઠેકાણાને ધ્વસ્ત કરાયું હતું.

પરિસરને ધ્વસ્ત કરાયું હતું

અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના આકા અબુ બ્રક અલગ બગદાદીનું શવ આંતરરાષ્ટ્રીય નિયમોનુસાર સમુદ્રમાં ફેંકી દેવાયું હતું. આ પહેલા અલકાયદાના વડા ઓસામા બિન લાદેનનું શવ પણ સમુદ્રમાં ફેંકાયું હતું.

શું કહ્યું હતું ટ્રમ્પે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ ઑપરેશનને વોશિંગ્ટનથી જોયું હતું. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે અમેરિકી સેનાના ઑપરેશનમાં ISIS આકાને ઠાર કરાયો હતો. એક ડરપોક અને કાયરની જેમ તેનું મોત થયું.

અમેરિકી સેનાએ શાનદાર રીતે મિશન પુર્ણ કર્યું. સંપૂર્ણ કાર્યવાહી જોઇ. એક પણ જવાન ઇજાગ્રસ્ત નથી થયો. અમે બગદાદીને એક સુરંગમાં ઘેર્યો હતો. પોતે ચારે તરફથી ફસાઇ જતા તેને આત્મઘાતી જેકેટમાં વિસ્ફોટ કરીને પોતાને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.