1. Home
  2. ગુજરાતી
  3. UNGA Speech: PM મોદીએ કહ્યું – અમે દુનિયાને યુદ્વ નહીં, બુદ્વ આપ્યા, આતંક સામે એક થાય દુનિયા
UNGA Speech: PM મોદીએ કહ્યું – અમે દુનિયાને યુદ્વ નહીં, બુદ્વ આપ્યા, આતંક સામે એક થાય દુનિયા

UNGA Speech: PM મોદીએ કહ્યું – અમે દુનિયાને યુદ્વ નહીં, બુદ્વ આપ્યા, આતંક સામે એક થાય દુનિયા

0

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 74મું સત્ર શરૂ થઇ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્રને સંબોધિત કરી રહ્યા છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનનું સંબોધન પીએમ મોદીના સંબોધનની બાદ હશે. પીએમ મોદી પહેલા મોરેશ્યસના રાષ્ટ્રપતિ, ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ અને લિસોથોના પ્રધાનમંત્રી આ સત્રને સંબોધિત કરશે. પીએમ મોદીનું સંબોધન ચોથા નંબર પર હશે. જ્યારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન સાતમાં નંબર પર સંબોધિત કરશે. આ દરમિયાન પીએમ મોદી આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ઘેરી શકે છે. જો કે તેઓ પાકિસ્તાનનું નામ નહીં લે.

અહીંયા સાંભળો પીએમ મોદીનું સંપૂર્ણ સંબોધન

પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશો:

  • 5 વર્ષમાં 11 કરોડથી વધુ શૌચાલય
  • જન કલ્યાણથી જગ કલ્યાણનું લક્ષ્ય
  • 5 વર્ષમાં 37 કરોડ બેંક ખાતા ખુલ્યા
  • સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે અભિયાન
  • અમારા પ્રયાસ સતત સંસાર માટે
  • ગરીબોને 5 વર્ષ સુધી નિશુલ્ક ઇલાજ
  • અમારો પરિશ્રમ દેખાડો નથી
  • અમારી નીતિ સૌનો સાથ અને સૌનો વિકાસ
  • અમારી સંસ્કૃતિ જીવમાં શિવ જુએ છે
  • શાંતિનો સંદેશ આપ્યો છે
  • અમે યુદ્વ નહીં બુદ્વ આપ્યા
  • પડકારો માટે કદમ ઉઠાવી રહ્યા છીએ
  • આતંક વિરુદ્વ એકજુટ થવું ખૂબજ અનિવાર્ય
  • આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો
  • આતંકવાદ સૌથી મોટો પડકાર
  • આતંક વિરુદ્વ એક થાય દુનિયા
  • આજે દુનિયા બદલી રહી છે
  • વિખરાયેલી દુનિયા કોઇના હિતમાં નથી
  • શાંતિ મિશનમાં ભારતે સૌથી વધુ બલિદાન આપ્યું
  • અમારી અવાજમાં આતંક વિરુદ્વ દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા પણ છે અને આક્રોશ પણ છે
  • આતંકવાદ વિરુદ્વ ભારતમાં આક્રોશ દેખાય છે
  • પ્રયાસ અમારા છે પણ પરિણામ સમગ્ર સંસાર માટે
  • ગ્લોબલ વોર્મિંગ માટે ભારતે કદમ ઉઠાવ્યા

આતંકવાદ સામે એકજૂટ થાય દુનિયા

પીએમ મોદી સંબોધન આપ્યા બાદ દિલ્હી માટે થશે રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન આપ્યા બાદ નવી દિલ્હી માટે રવાના થાય તેવી સંભાવના છે. તેઓ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના સંબોધન દરમિયાન ત્યાં હાજર નહીં રહે.

પીએમ મોદીના સંબોધનમાં આતંકવાદ અને વિકાસના મુદ્દા હોઇ શકે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં પીએમ મોદીનું સંબોધન વૈશ્વિક વિકાસ તેમજ આતંકવાદ પર કેન્દ્રીત હોઇ શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં સંબોધન પહેલા પીએમ મોદી રુહાનીને મળ્યા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર પહેલા પીએમ મોદી ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીને મળ્યા હતા. આ દરમિયાન બન્ને નેતાઓએ ચાબહાર બંદર અને તેના મહત્વ પર ચર્ચા કરી હતી. તે ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.