1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ: મોંઘવારીએ તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ!
પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ: મોંઘવારીએ તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ!

પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ: મોંઘવારીએ તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ!

0
  • પાકિસ્તાનના અર્થતંત્ર ડામાડોળ
  • પાકિસ્તાનમાં મંદીએ તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, મોંઘવારી 14.6 ટકા
  • ખાદ્યવસ્તુઓના ભાવમાં 20 ટકા સુધીનો વધારો

પાકિસ્તાન વર્તમાન સમયમાં આર્થિક મહામારી સહન કરી રહ્યું છે અને ત્યાં મંદીએ માઝા મૂકી છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ થતા મોંઘવારીને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઇ ચૂક્યું છે. જાન્યુઆરીમાં મોંઘવારીએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. હવે મોંઘવારી દર વધીને 14.6 ટકાએ પહોંચ્યો છે. રિપોર્ટ મુજબ આટલી વધારે મોંઘવારી દેશમાં વર્ષ 2007-08માં નોંધાઇ હતી.

જણાવી દઇએ કે ડિસેમ્બર 2019માં મોંઘવારીનો દર 12.6 ટકા રહ્યો હતો. ખાસ કરીને ખાવા પીવાની ચીજોમાં ભાવ વધારો ખૂબજ જોવા મળ્યો છે. પાકિસ્તાનના લોકો ખાસ કરીને ઘઉંનો લોટ, દાળ, ખાંડ, ગોળ તેમજ ખાદ્ય તેલના ભાવમાં વધારાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
પાકિસ્તાનના ગામડાઓમાં ભાવવધારો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત પણ વર્ષ 2013 પછી સર્વોચ્ચ સ્તરે પહોંચી છે.

પાકિસ્તાનના શહેરી વિસ્તારોમાં ખાવાની ચીજોનો વાર્ષિક આધાર 19.5 ટકા વધ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં આ આંક 23.8 ટકા વધ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ટામેટા 158 ટકા, ડુંગળી 125 ટકા, તાજા શાક 93 ટકા, બટાકા 87 ટકા, ખાંડ 86 ટકા અને લોટ 24 ટકા મોંઘો થયો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.