1. Home
  2. ગુજરાતી
  3. કરતારપુર કૉરિડોરના ગીતમાં ખાલિસ્તાની આતંકીઓના પોસ્ટર, ઉદ્દઘાટન પહેલા વિવાદ વધ્યો
કરતારપુર કૉરિડોરના ગીતમાં ખાલિસ્તાની આતંકીઓના પોસ્ટર, ઉદ્દઘાટન પહેલા વિવાદ વધ્યો

કરતારપુર કૉરિડોરના ગીતમાં ખાલિસ્તાની આતંકીઓના પોસ્ટર, ઉદ્દઘાટન પહેલા વિવાદ વધ્યો

0
  • કરતારપુર કૉરિડોરના ઉદ્દઘાટન પહેલા પાકિસ્તાને એક વીડિયો જારી કર્યો
  • વીડિયોમાં પાકે ખાલિસ્તાની આતંકીઓને દર્શાવ્યા, થયો વિવાદ
  • પાક પીએમ ઇમરાન ખાને પણ ફેસબુક પર વીડિયો કર્યો પોસ્ટ

કરતારપુર કૉરિડોરના ઉદ્દઘાટન પહેલા પાકિસ્તાન તરફથી એક વીડિયો જારી કરવામાં આવ્યો છે. આ વીડિયોને પાકિસ્તાનની સરકારે ત્રણ ભાગમાં જારી કર્યો છે. આ વીડિયો જારી થવા સાથે જ વિવાદમાં પડ્યો છે. હકીકતમાં આ વીડિયોમાં ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાવાલા સહિત ત્રણ આતંકીઓની તસવીર દર્શાવાઇ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતાના અધિકૃત ફેસબુક પેજ પર પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે. પાકિસ્તાને ફરી તેની અવળચંડાઇ દર્શાવતા વીડિયોમાં ખાલિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર દર્શાવ્યા છે.

અંદાજે 4 મિનિટના આ વીડિયોમાં કરતારપુર આવતા શ્રદ્વાળુઓને દર્શાવાયા છે. તે ઉપરાંત બન્ને દેશના લોકોએ આગળ વધીને નવો ઇતિહાસ રચવો જોઇએ તેવો સંદેશો પણ અપાયો છે. જો કે વીડિયોમાં ત્રણ મિનિટ અને 30 સેકન્ડ પર એક પોસ્ટર દર્શાવાય છે, જેમાં ખાલિસ્તાની આતંકીઓની તસવીર સ્પષ્ટપણે જોઇ શકાય છે. પાકિસ્તાનની આ હરકત બાદ વિવાદ વધ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.