1. Home
  2. ગુજરાતી
  3. અવકાશમાં રશિયાનું ફ્રીગેટ-એસબી રોકેટ તૂટ્યું, 65 ટુકડા થયા
અવકાશમાં રશિયાનું ફ્રીગેટ-એસબી રોકેટ તૂટ્યું, 65 ટુકડા થયા

અવકાશમાં રશિયાનું ફ્રીગેટ-એસબી રોકેટ તૂટ્યું, 65 ટુકડા થયા

0
  • 2011થી તરતું ફ્રીગેટ-એસબી રોકેટનું ઉપલું સ્ટેજ અનેક ટુકડામાં ફેરવાયું
  • આ ટુકડા અવકાશયાન કે ઉપગ્રહ સાથે ટકરાય તો અકસ્માત સર્જાઇ શકે
  • અવકાશમાં કુલ રોકેટના 65 ટુકડા થયા જે કરી શકે છે નુકસાન

અવકાશમાં વારંવાર દુર્ઘટના સર્જાતી હોય છે. આ વચ્ચે ફરી એકવાર દુર્ઘટના સર્જાઇ છે. અવકાશમાં તરી રહેલો રશિયન રોકેટનો ઉપલો ભાગ અવકાશમાં તૂટી ગયો છે. તે તૂટી જતા તેના અસંખ્યા ટૂકડા હવે વિખેરાઇને સ્પેસ ડેબ્રીસમાં ફેરવાઇ ચૂક્યા છે. આ ભંગાર કોઇ ઉપગ્રહો કે અન્ય અવકાશયાનો સાથે ટકરાય તો મોટો અકસ્માત સર્જાઇ શકે છે. આ અંગે રશિયાએ માહિતી આપી હતી કે રોકેટનું અપર સ્ટેજ 8મી તારીખે તૂટ્યું હતું. આ દરમિયાન અમેરિકી સ્પેસ એજન્સીએ ગણતરી કરીને કહ્યું હતું કે, રોકેટના 65 ટુકડા થયા, જે નુકસાન કરી શકે તેટલા મોટા છે.

સામાન્યપણે અવકાશયાનને લૉન્ચ કરવા માટે રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. રોકેટ દ્વારા અવકાશયાન લૉન્ચ કરાયા બાદ રોકેટનો કેટલોક ભાક અવકાશમાં રહેતો હોય છે. જો કે સામાન્ય રીતે આ ભાગ તરતો રહે છે. જો કે ક્યારેક રોકેટ તૂટવાની પણ દુર્ઘટના સર્જાતી હોય છે. રોકેટ ટુકડામાં ફેરવાયા પછી એ ટુકડા પર અંકુશ રાખી શકાતો નથી અને તે ટુકડા અવકાશમાં ભ્રમણ કરતા ઉપગ્રહ, અવકાશયાન કે રોકેટ સાથે અથડાય તેવી સંભાવના રહે છે. જો અથડાય તો મોટો અકસ્માત પણ સર્જાય છે.

હિન્દ મહાસાગર પરથી જ્યારે આ રોકેટ પસાર થઇ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. જો કે આ ટુકડા કોઇ ધરતીવાસીને નુકસાન નહીં કરે, કેમ કે ટુકડા ધરતીના વાતાવરણમાં પ્રવેશે તો બળીને રાખ થઇ જાય.

નોંધનીય છે કે, રશિયાએ વર્ષ 2011માં આ રોકેટ દ્વારા રેડિયો ટેલિસ્કોપ લૉન્ચ કર્યું હતું. કોઈ પણ રોકેટ અવકાશમાં ઉપગ્રહ-અવકાશયાન લૉન્ચ કરે ત્યારે એ વિવિધ સ્ટેજમા આગળ વધતું હોય છે. રોકેટના કેટલાક સ્ટેજ ધરતી પર જ અલગ પડી ખરી પડતાં હોય છે. છેલ્લું સ્ટેજ અવકાશમાં પહોંચે અને પછી ત્યાં જ રહે. એ રીતે 2011થી તરતું ફ્રીગેટ-એસબી રોકેટનું ઉપલું સ્ટેજ અનેક ટુકડામાં ફેરવાઈ ગયું છે. 

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.