1. Home
  2. ગુજરાતી
  3. મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદની ધરપકડ
મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદની ધરપકડ

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદની ધરપકડ

0

મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અને વૈશ્વિક આતંકવાદી જાહેર થયેલા હાફિઝ સઇદની પાકિસ્તાને ધરપકડ કરી છે. તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી. ધરપકડ બાદ તેને હાલમાં ન્યાયિક રિમાન્ડ પર મોકલાયો છે. આ દરમિયાન હાફિઝ સઇદે કહ્યું હતું કે હું મારી ધરપકડ વિરુદ્વ કોર્ટમાં જઇશ.

આ પહેલા સોમવારે લાહોરની આતંકવાદ વિરુદ્વની અદાલત (ATC) એ મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાના મુખ્ય આતંકી હાફિઝ સઇદ અને તેના ત્રણ સાથીઓને જમાનત આપી હતી. આ નિર્ણય મદ્રેસાની ભૂમિનો ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવાના મામલે લેવાયો હતો.

રિપોર્ટ અનુસાર સઇદ ઉપરાંત હાફિઝ મસૂદ, આમેર હમજા અને મલિક ઝફરને 31 ઓગસ્ટ સુધી 50,000 ની પાકિસ્તાની રકમ પર વચગાળાની જમાનત અપાઇ હતી. સુનાવણી દરમિયાન આરોપીના વકીલે જમાનતની અરજી સ્વીકારવાની અપીલ કરતા કહ્યું હતું કે જમાત-ઉદ-દાવા ભૂમિના કોઇપણ ટૂકડાનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરતી નથી.

આ વચ્ચે, લાહોર હાઇકોર્ટે સરકાર, પંજાબ સરકાર અને કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટને સઇદ અને તેના સાત સહયોગીઓ તરફથી દાખલ કરાયેલી અરજી વિશે નોટિસ જારી કરી હતી, જેમાં સીટીડીએ એક મામલામાં પડકાર પણ આપ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.