1. Home
  2. ગુજરાતી
  3. VIRAL VIDEO: ચાલું રાઇડમાંથી લોકો ઉછળીને પડ્યા નીચે, જોઇને તમારા પણ રુંવાડા ઊભા થઇ જશે
VIRAL VIDEO: ચાલું રાઇડમાંથી લોકો ઉછળીને પડ્યા નીચે, જોઇને તમારા પણ રુંવાડા ઊભા થઇ જશે

VIRAL VIDEO: ચાલું રાઇડમાંથી લોકો ઉછળીને પડ્યા નીચે, જોઇને તમારા પણ રુંવાડા ઊભા થઇ જશે

0

થાઇલેન્ડમાં એક કાર્નિવલ દરમિયાન અમ્યુઝમેન્ટ રાઇડ દરમિયાન ચોંકવનારો કિસ્સો બન્યો હતો. અમ્યુઝમેન્ટ પાર્કમાં ચાલતી રાઇડ દરમિયાન કેટલાક લોકો અચાનક ઉછળીને નીચે પટકાયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

રાઇડ દરમિયાન ઉપરથી નીચે આવતા સમયે કુલ 5 લોકો સીટ પરથી ઉછળીને નીચે પટકાયા હતા. ત્યારબાદ અફરાતફરી મચી હતી. પાંચેય લોકો સ્ટીલના પ્લેટફોર્મ પર પડ્યા હતા. સેફ્ટી બાર્સ ઢીલા હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટના બાદ ઑપરેટરે મશીન બંધ કર્યું હતું.
દુર્ઘટનાની શિકાર બનેલો એક છોકરો ઇજાગ્રસ્ત થયો છે.

આ દુર્ઘટના બાદ રાઇડના સંચાલકે લોકોની માફી માગી હતી અને કહ્યું હતું કે કંટ્રોલ સેંટર મારા ચાર્જમાં હતા, મારી સાથે એક મિત્ર પણ હતો, જે બ્રેક પર ગયો હતો. હું ઘાયલોથી માફી માગું છું. જે થયું તે નહોતું થવું જોઇતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.