in ,

UAEનો મોટો નિર્ણય, પાકિસ્તાનની તમામ ફ્લાઇટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

સંયુક્ત આરબ અમીરાતે મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસની ટેસ્ટિંગની પૂરતી વ્યવસ્થા ના હોવાને કારણે સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનથી આવનારી તમામ ફ્લાઇટ્સ પર અનિશ્વિત સમયગાળા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. યૂએઇની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીએ પાકિસ્તાનથી આવનારી તમામ ફ્લાઇટ્સને પ્રતિબંધિત કરી દેવાની જાહેરાત કરી હતી. યૂએઇના રસ્તે યૂરોપ અથવા અમેરિકી દેશોમાં જતી હોય તેવી ફ્લાઇટ્સ પર પણ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર યૂએઇની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સંયુક્ત આરબ અમીરાતમાં આવનારી તમામ ફ્લાઇટ્સના પ્રવાસીઓ માટે કોરોના વાયરસના લેબ ટેસ્ટની પ્રક્રિયા સ્થાપિત ન કરી દેવામાં આવે.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે એમિરેટ્સ એરલાઈન્સે પણ પાકિસ્તાન માટે પોતાની તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી હતી. નેશનલ ઈમરજન્સી ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રવિવારે સવારે કહ્યું હતું કે, આ સોમવાર, 29 જૂન, 2020થી સ્વાસ્થ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સાવચેતીના ભાગ રૂપે લેવામાં આવતું પગલું છે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઇન્ડિયા ટૂડેના બેસ્ટ કોલેજ રેન્કિંગ 2020માં સતત બીજા વર્ષે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમને સ્થાન

ભારત અને ચીન વચ્ચે આવતીકાલે કોર કમાન્ડર સ્તરની થશે મીટિંગ, આ મુદ્દે થશે ચર્ચા