1. Home
  2. ગુજરાતી
  3. હવે તમે વસ્તુઓને અડ્યા વગર જ ઉઠાવી શકશો, આ ટેક્નોલોજીથી તેને ખસેડી શકાશે
હવે તમે વસ્તુઓને અડ્યા વગર જ ઉઠાવી શકશો, આ ટેક્નોલોજીથી તેને ખસેડી શકાશે

હવે તમે વસ્તુઓને અડ્યા વગર જ ઉઠાવી શકશો, આ ટેક્નોલોજીથી તેને ખસેડી શકાશે

0

જો તમે કોઇ વસ્તુને અડ્યા વગર તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો તો, કેવી મજા આવે. જી હા, કાલ્પનિક લાગતી આ વાત હવે હકીકત બનશે. વૈજ્ઞાનિકોએ એવી રોબોટિક ગ્રિપર તૈયાર કરી છે, જે નાની અને નાજુક વસ્તુને સ્પર્શ કર્યા વગર ધ્વનિ તરંગોની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીને રાખી શકાય છે.

સ્વિટ્ઝર્લેન્ડની ઇટીએચ જ્યૂરિક યુનિવર્સિટીના સંશોધકોએ આ પ્રોટોટાઇપ રોબોટ વિકસાવ્યો છે. તેમાં બે અર્ધગોળિય વસ્તુઓ અને એક જ પ્રકારના બે હેડફોન લાગેલા છે. આ ગોળિય વસ્તુ માઇક્રો ચિપ ધરાવતા સર્કિટ બોર્ડ સાથે જોડાયેલી હોય છે. એક નાનકડી ગોળિય વસ્તુ આ બંને અર્ધગોળિય વસ્તુ ઉપર હોય છે, જેને અલ્ટ્રા સાઉન્ડ વાળા તરંગ નિયંત્રિત કરે છે.

આ અંગે સંશોધકોએ જણાવ્યું હતું કે તેઓ હાલમાં એક એવી પદ્વતિ વિકસાવી રહ્યા છે જેના માધ્યમથી કોઇ વસ્તુને સ્પર્શ કર્યા વગર આપમેળે એક જગ્યાએ બીજી જગ્યાએ ખસેડી શકાશે.

જ્યારે નાની વસ્તુઓના નુકસાનની અસર આપણા ખિસ્સા પર પડતી હોય ત્યારે ખાસ કરીને તે કારગત નિવડે છે. પારંપરિક રોબોટિક ગ્રિપરથી નાજુક વસ્તુઓના નુકસાનનો ખતરો હોય છે, તેનાથી બચવા મુલાયમ અને રબર જેવા ગ્રિપરનો પ્રયોગ કરી શકાય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.