in , ,

અબુધાબીમાં 17 ચર્ચ અને 1 હિન્દુ મંદિરને મળ્યું UAEનું અધિકૃત લાઇસન્સ, રચાયો ઇતિહાસ

  • અબુધાબીમાં સરકારનું સરાહનીય પગલું
  • ધાર્મિક સંસ્થાઓને ફાળવાયા લાઇસન્સ
  • સૌહાર્દ-એકજૂટતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું

અબુ ધાબીમાં સરકારે કુલ 18 ધાર્મિક સંસ્થાઓને અધિકૃત લાઇસન્સ ફાળવતા જ ઇતિહાસ રચાયો હતો. 18 ધાર્મિક સંસ્થાઓમાં 17 ચર્ચ અને 1 BAPS હિન્દુ મંદિર પણ સામેલ છે.

એમિરેટ્સ પ્લેસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બૉર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તેમજ ડૉ. બી.આર.શેટ્ટીએ લાઇસન્સ TH001 સ્વીકાર્યું હતું.

આ પ્રસંગે રોયલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેમજ કમ્યુનિટી ડેવલપમેન્ટ (હેલ્થ અને ટ્રાન્સપૉર્ટ)ના સભ્યો પણ હાજર રહ્યા હતા અને તેના સૌહાર્દપૂર્ણ સંબંધો માટેના કાર્ય માટે પ્રતિનિધિમંડળને અભિનંદન પાઠવ્યા હતા તેમજ મંદિર અને સાંસ્કૃતિક ઇમારત પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પણ આપી હતી.

નોંધનીય છે કે અબુધાબીમાં ચર્ચ અને હિન્દુ મંદિરને અધિકૃત લાઇસન્સ મળતા જ વિદેશમાં પણ હવે હિન્દુ, મુસ્લિમ તેમજ ક્રિશ્વિયન ધર્મ માટે સૌહાર્દનું વધુ એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. આ સાથે જ વિશ્વ ફલક પર પણ સર્વ ધર્મ સમભાવનો સંદેશ વધુ વિસ્તારિત થશે તેમજ યુએઇમાં વસતા ભારતીયો માટે પણ આ મંદિર પ્રેરણાસ્ત્રોત સમાન બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ-2 છલકાયોઃ કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

#Howdy,Modi: Indian PM launches Trump’s election campaign in Houston, almost!