1. Home
  2. ગુજરાતી
  3. જમ્મૂ કાશ્મીર પર ભારત-પાક કહેશે તો હસ્તક્ષેપ કરીશું: યૂએન
જમ્મૂ કાશ્મીર પર ભારત-પાક કહેશે તો હસ્તક્ષેપ કરીશું: યૂએન

જમ્મૂ કાશ્મીર પર ભારત-પાક કહેશે તો હસ્તક્ષેપ કરીશું: યૂએન

0

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ સોમવારે એક અધિસૂચના જારી કરીને જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો આપતી કલમ 370 ને હટાવી દીધી હતી. નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણય બાદ પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. ત્યાં અનેક પ્રકારના નિવેદનો થઇ રહ્યા છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર એ હાલમાં આ મુદ્દે હસ્તક્ષેપ મામલે ચુપકીદી સાધી છે. યૂએન મહાસચિવ તરફથી જારી કરાયેલા એક નિવેદન મુજબ કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધો વિશે જાણકારી પ્રાપ્ત કરવામાં આવી છે. ક્ષેત્રમાં તણાવપૂર્ણ સ્થિતિને લઇને અમારી નજર છે. દરેક પક્ષોને સંયમ રાખવાની અપીલ કરાઇ છે. આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને નજરકેદ કરાયા છે.

યૂએન મહાસચિવ એંટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીવન દુજૈરિક મીડિયાના સવાલો પર જવાબ આપી રહ્યા હતા. જ્યારે તેની પાસે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદના ઉકેલ માટે સૂચનો આપવા અપીલ કરાઇ ત્યારે સ્ટીવને પ્રત્યુત્તર આપ્યો હતો કે આ મામલે મહાસચિવનો પક્ષ સ્પષ્ટ રહ્યો છે. જો બન્ને દેશ કહેશે તો યૂએન આ બાબતે મદદ કરવા માટે તૈયાર છે.

આ દરમિયાન અમેરિકાએ પણ કહ્યું છે કે તેઓ ભારતની કલમ 370 હટાવવાના નિર્ણય બાદ જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૉર્ગન ઓર્તાગુસ એ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન શાંતિ બનાવી રાખે. અમે ભારતના જમ્મૂ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને પણ જોયો છે. ભારત એ અમને કહ્યું છે કે આ તેઓનો આંતરિક મુદ્દો છે. અમે બન્ને દેશોને એલઓસી પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની અપીલ કરીએ છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.