1. Home
  2. ગુજરાતી
  3. UNGA: જીનેવામાં પાકિસ્તાની વિદેશ મંત્રીએ ફરી ભારતને આપી યુદ્વની ધમકી
UNGA: જીનેવામાં પાકિસ્તાની વિદેશ મંત્રીએ ફરી ભારતને આપી યુદ્વની ધમકી

UNGA: જીનેવામાં પાકિસ્તાની વિદેશ મંત્રીએ ફરી ભારતને આપી યુદ્વની ધમકી

0

હાલમાં જ જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગની 42મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાકિસ્તાને ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે કરારો જવાબ આપ્યો અને પાકિસ્તાનની કોશિશો પર પાણી ફરી વળ્યું હતું. જમ્મૂ કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિષ્ફળતા બાદ હવે અકળાયેલું પાકિસ્તાન ભારતને યુદ્વની ધમકી આપી રહ્યું છે. જીનેવામાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એક નિવેદનમાં કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરની હાલની સ્થિતિ જોતા દુર્ઘટનાવશ યુદ્વ થવાનો ખતરો છે.

બુધવારે જીનેવામાં પત્રકારો સાથે વાતચીત કરતા શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન બન્ને દેશ કોઇપણ વિવાદના પરિણામથી સારી રીતે વાકેફ છે. પરંતુ કોઇ દુર્ઘટનાવશ યુદ્વનો ઇનકાર ના કરી શકાય. જો સ્થિતિ આવી જ રહેશે તો કંઇ પણ શક્ય છે.

શાહ મહેમૂદ કુરૈશીએ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની સંભાવનાઓને ફગાવી હતી પરંતુ કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતા માટે તૈયારી દર્શાવી હતી. ખાસ કરીને પાકિસ્તાને અમેરિકાના આ ભૂમિકા માટે બહેતર ગણાવ્યું હતું.

બીજી તરફ ટૂંક સમયમાં ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય બેઠક યોજાશે. સૂત્રોનુસાર પાકિસ્તાન તેમાં પણ યૂએન જનરલ એસેંબલીમાં કાશ્મીર મુદ્દો ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. જો કે ભારતે ત્યાં પણ પાકને જડબાતોડ જવાબ આપવાની તૈયારી શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.